Abtak Media Google News
  • છેલ્લી બે ટર્મમાં 100 ટકા પરિણામ આપતા
  • એકાદ સપ્તાહમાં ગુજરાતની તમામ બેઠકો માટે ભાજપ ઉમેદવારો જાહેર કરી પુરજોશમાં પ્રચાર-પ્રસાર શરૂ કરી દેશે
  • તમામ બેઠકો માટે દોઢ મહિના પહેલા  મધ્યસ્થ  ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાયા છે હવે ઉમેદવારો જાહેર કરી વિપક્ષને  તમામ રિતે મ્હાત કરવાની વ્યુહ રચના
  • ભાજપ માટે  ગુજરાત રાજકીય પ્રયોગ શાળા સમાન, અહીં કરાતા પ્રયોગનો લાભ દેશભરમાં મળે છે

ભાજપ માટે હવે કમળ કરતા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મોટો સિમ્બોલ બની ગયા છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપે  370 બેઠકો સાથે એનહીએ સંગઠન 400 બેઠકોની જીત સાથે સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તારૂઢ થાય તેવો ઉંચો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં મોદીની ઝોળીમાં તમામ 26 કમળોની ભેટ આપતા ગુજરાતે વડાપ્રધાનને એવી ગેરેન્ટી આપી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કે ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વ રાજયની તમામ 26 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરો જેથી માત્ર ગુજરાત જ નહી દેશભરમાં ભાજપ તરફી જબરદસ્ત  માહોલ બની જાય.

ભાજપ માટે ગુજરાત એક  રાજકીય પ્રયોગશાળા છે અહી કરવામાં આવતા પ્રયોગના પરિણામ હંમેશા પક્ષ માટે સારા અને પોઝીટીવ આવ્યા છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં સિનિયર નેતાઓની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી હતી. છતા રેકોર્ડ બ્રેક  156 બેઠકો જીતી ભાજપ ફરી સત્તારૂઢ થયું લોકસભાની ચૂંટણી કે  ઉમેદવારોના નામોની જાહેરાત પહેલા ભાજપે તમામ 26 લાકેસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દીધા છે. જે પ્રસ્થાપિત  કરે છે કે ગુજરાતમાં  ભાજપ માટે તમામ બેઠકો સલામત છે.

વિરોધીઓને ઉંઘતા જ રાખવા ભાજપ દ્વારા રાતોરાત ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા નકકી  કરવામાં આવી અને માત્ર દોઢ દિવસમાં પ્રદેશ નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળી બીજા દિવસે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રિપોર્ટ પણ રજૂ કરી દીધો. પાર્લામેન્ટરી બોર્ડ બેઠક વાઈઝ ત્રણ ત્રણ નામોની પેનલ બનાવી દિલ્હી દરબારમાં રજૂ કરી દીધી આ વાત લાગે તેટલી સરળ નથી. કારણ કે આટલા મોટા પક્ષમાં નારાજગી કે રોષના ભય વિના પક્ષને ફાયદો થાય તે રિતે કામ કરવું મોટા પડકારથી કમ નથી.

ગુજરાત માટે ભાજપ દ્વારા જે નિર્ણયો લેવામાં આવે તેની અસર દેશની રાજનીતિ પર પડે છે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે  કોઈપણ રાજકીય પક્ષ ઉમેદવારો જાહેર કરવાની કયારેય  હિંમત કરતું નથી.ભાજપ આ વખતે ખાસ કરીને ગુજરાત માટે આ જોખમ ઉઠાવવા માંગે છે. આગામી એક પકવાડિયામાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખોનું   એલાન કરવામાં આવી શકે છે. ભાજપ ચૂંટણીની તારીખો જાહેર થાય તે પૂર્વે જ ગુજરાતની લોકસભાની  26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવાની વ્યુહરચના સાથે આગળ ધપી રહ્યું છે.

ગુજરાતની  26 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે તો દેશના અન્ય રાજયોમાં પણ   તેનો ફાયદો ભાજપને  મળી શકે છે. કારણ કે વડાપ્રધાન અને ગૃહમંત્રી પોતાના  હોમ સ્ટેટમાંથી એવો સંદેશો આખા દેશમાં વહેતો કરી દે કે ગુજરાત અમારો અડીખમગઢ છે. અહી અમે કોઈપણ ડર વિના નિર્ણય લઈ શકીએ છીએ.

વહેલા ઉમેદવારએ રાજકીય પક્ષો જાહેર કરી શકે છે કે, જેને એવો વિશ્ર્વાસ હોય કે અમારી જીત નિશ્ર્ચિત છે. અથવા જેને પરિણામની ચિંતા ન હોય ભાજપ ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી 100 ટકા પરિણામ લાવી રહ્યું છે. ત્રીજી વખત પણ પરિણામો કોઈ ફેરફાર થવાની સંભાવના દેખાતી નથી. આવામા દેશભરમાં રાજકીય લાભ ખાટવા માટે ભાજપ દ્વારા  ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પૂર્વે ગુજરાતની તમામ બેઠકો માટે  ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.