Abtak Media Google News

નવા વર્ષમાં ભાજપ માટે સારા સમાચાર

ભાજપને મળેલા ભવ્ય વિજયને આગામી પંચાયત ચૂંટણીનો લોકજુવાળ ગણાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

વડાપ્રધાન નરેન્દ્રમોદી, ગૃહમંત્રી અમિત શાહના માદરે વતન ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ભાજપનો દબદબો યથાવત રહ્યો હોય તેમ તાજેતરમાં જ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૩૩માંથી ૨૯ બેઠકો પર ભાજપે કબ્જો મેળવ્યો હતો. કોંગ્રેસના ફાળે માત્ર ત્રણ બેઠક આવી હતી જયારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય મેળવ્યો છે.

Advertisement

રાજયના ચૂંટણી પંચ દ્વારા જારી કરેલી એક યાદીમાં જણાવાયું છે કે ૩૩ બેઠકોમાંથી ત્રણ બેઠકો પર ભાજપનો બિન હરીફ વિજય થયો હતો ૩૦ સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ફાળે ૨૬ કોંગ્રેસ ૩ અને એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે. ૩૦ બેઠકો માટે

યોજાયેલી પેટા ચૂંટણીમાં જીલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો ત્રમાંથી બે બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી અને એક ઉપર ભાજપનો વિજય થયો હતો.

7537D2F3

જયારે તાલુકા પંચાયતની બાકી ૨૭ બેઠકો પર વ્યાપક પ્રમાણમાં કેસરીયો છવાઈ ગયો હોય તેમ ભાજપે ૨૫ બેઠકો પર કબ્જો જમાવ્યો હતો. અને કોંગ્રેસ અને અપક્ષના ભાગે ૧-૧ બેઠક આવી છે.

સૌરાષ્ટ્રમાં જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટ તાલુકા પંચાયતની કુવાડવા બેઠક જ્યારે પોરબંદરની  જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક વંલી અને હળવદ તાલુકા પંચાયતની બેઠક ભાજપે કોંગ્રેસ પાસેી છીનવી લીધી છે. રાજકોટ તાલુકા પંચાયતની કુવાડવા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર સરોજબેન પીપળીયા  ૯૨ મતે વિજેતા યા છે. તેમને અપક્ષ ઉમેદવાર પરેશ સાધરા અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બાહુકીયાને પરાજય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણીમાં નોટાને ૯૬ મત મળ્યા હતા. જેી વિજેતા ઉમેદવારનો વિજય નોટા કરતા ૪ મત ઓછાી યો હતો.

વંલી તાલુકા પંચાયતની ટીકર બેઠક પર ભાજપના લાખાભાઈ ગરચરે કોંગ્રેસના ગોવિંદભાઈ ગરચરને હાર આપી છે. જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણા કંડોરણા બેઠક પર ભાજપના આશાબેન ભુતિયાએ કોંગ્રેસના હેતલબેન કુછડીયાને ૧૪૩૩ મતે હરાવ્યા છે. હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માકાસણાએ કોંગ્રેસના ઉમેદવાર જટુભા ઝાલાને ૩૨૪ મતે પરાજય આપ્યો છે. આમ સૌરાષ્ટ્રમાં યોજાયેલી તમામ જિલ્લા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપનો ભગવો છવાયો છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગરીકોનો આભાર માની ભાજપનો ભવ્ય દેખાવ અને ૩૩માંથી ૨૯ બેઠકો અપાવવા માટે આભાર વ્યકત કર્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતુ કે આ પરિણામ આગામી પંચાયતી ચૂંટણીઓનું લોકજુવાળનો નમુનો છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે કોંગ્રેસે ખેડુતો અને ગ્રામીણ પ્રજાને ગેરમાર્ગે દોરવાના ખૂબ પ્રયત્ન કર્યા પણ લોકોએ તેને સણસણતા જવાબ આપી દીધો છે. વિપક્ષની સામાજીક વિભાજનની રાજકીય દાવપેચ લોકોએ ફગાવી દીધો છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતુ કે પક્ષ આ લોક ચૂકાદાને માથે ચડાવે છે.પરંતુ આ પરાજય પાછળના કારણોની તપાસ કરીને પક્ષ મનોમંથન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.