Abtak Media Google News

કોરોનામાં ઓક્સિજન માટે લાઈનમાં ઉભા રખાવ્યા અને મૃતદેહ રઝળાવ્યા શું, સારવારના અભાવે અનેક લોકોના મોત નિપજ્યા આવી ભાજપ  સરકાર પર ફરી ભરોસો કરી શકાય?

પ્રજાને મૂર્ખ બનાવી સતા મેડવું પ્રજાના પૈસે તાગડધીના કરવાની ભાજપની આ તાનાશાહી લોકો હવે સારી રીતે સમજી ગયા છે ભરોસાની ભાજપ સ્લોગન સાથે આગળ વધતી આ ભજપને લોકો પ્રશ્ન પૂછે છે કે ભરોસો શેનો 135 નિર્દોષના મોત થયાં તેનો, કોરોનામા ઓક્સિઝન માટે લાઈનમાં ઉભા રખાવ્યા, હોસ્પીટલના વાંકે અનેક લોકોના મોત થયાં બાદ મૃતદેહો રઝડાવ્યા તેનો ભરોસો હવે લોકો ભરોસાની ભરમારથી બહાર નીકળવા માંગે છે.

Screenshot 2 37

વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. વર્તમાન શાસકપક્ષે રાષ્ટ્રીય નેતાઓનો ખડકલો ગુજરાતમાં કરી દીધો છે અને આ વખતે ભાજપ પાસે ફરી એકવખત ભરોસાની જ સરકાર એવુ કેમ્પિયન ચલાવ્યુ છે ત્યારે ગુજરાતની જનતાના દિલ અને દિમાગમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે ભાજપ ઉપર કેમ ભરોસો મુકવો? મોંઘવારી ઘટાડવાનું વચન પાડ્યુ નહી, બરોજગારોને નોકરી આપવાની મધલાળ ઓગળી ગઇ, પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળી રહ્યા છે, કોરોના કાળમાં અનેક સ્વજનો ગુમાવ્યા અને એ વખતે ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ ગોત્યા જડતા ન હતા, ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેંચાય છે અને આ કારોબારમાં થનારી બે નંબરી આવકથી સરકારની તિજોરી ભરાય છે એવા પણ આક્ષેપો છે. આ બધુ ભુલીને ભાજપને કેમ ભરોસોની સરકાર કહેવાય? આવા સવાલો ઉઠી રહ્યા છે.

Screenshot 3 36

છેલ્લાં 27 વર્ષથી જનતા આંખ મીંચીને ભાજપ પર ભરોસો કરી રહી છે અને શાસનધુરા સોંપી રહી છે. પરંતુ ભાજપના શાસકોએ હમેંશા જનતા જર્નાદનનો વિશ્ર્વાસ તોડ્યો છે. ભાજપના શાસનમાં લોકોને હાડમારી, બેફામ ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી અને કાયદો તથા વ્યવસ્થાની કથળેલી સ્થિતિથી વિશેષ કશું જ પ્રાપ્ત થયું નથી. એક જ પાર્ટી પર સતત ભરોસો કરવાના કારણે હવે ભાજપના નેતાઓ અહંકારી બની ગયા છે અને રિતસર ગુંડાગીરી પર ઉતરી આવ્યા છે. જો સમય રહેતા ગુજરાતની જનતા જાગૃત નહિં બને તો અન્ય રાજ્યો જેવી જ સ્થિતિનું નિર્માણ શાંત અને સલામત ગણાતા ગુજરાતમાં થશે. ભાજપના રાજમાં પેપરો સતત ફૂટી રહ્યા છે. બ્રિજ તૂટી રહ્યાં છે. ગુજરાતના આરોગ્ય મોડેલની દુહાઇ દેતા ભાજપના નેતાઓ કોરોના કાળમાં જ્યારે જનતા જર્નાદનને ખરેખર જરૂરીયાત હતી ત્યારે ક્યાંક બખોલમાં છૂપાઇ ગયા હતા. હવે જ્યારે ચૂંટણી આવી ત્યારે બહાર નીકળી સત્તા ટકાવી રાખવા રિતસર ધમપછાડા કરી રહ્યા છે.

Untitled 2 Recovered Recovered Recovered Recovered 16

હાલ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર નહિં સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધી માહોલ છે. પાટીદાર સમાજને અનામત અપાવવા માટે આંદોલન છેડી તોફાનો કરી ગુજરાતને બાનમાં લેનાર અને અનેક પાટીદાર યુવાનોના જીવ હણવામાં જેને યમરાજની ભૂમિકા ભજવી છે તેવા હાર્દિક પટેલને હવે ભાજપે શિરપાવ આપી દીધો છે અને ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યો છે. શિસ્ત અને સંસ્કારની દુહાઇ દેનારી પાર્ટીમાં આજે ભ્રષ્ટાચારે માજા મૂકી છે.

Screenshot 1 59

સંસ્કારોનું હનન થઇ રહ્યું છે. ગુજરાતની જનતા હવે સારી પેઠે સમજી ગઇ છે કે જો ગુજરાતની અસ્મિતા અને સલામતી ટકાવી રાખવી હશે તો હવે પરિવર્તન સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી. કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં લોકો સુખનો શ્ર્વાસ લેતા હતા પરંતુ આજે 27 વર્ષના શાસનમાં ગુજરાતની સલામતી સંપૂર્ણપણે હણાઇ ગઇ છે. લોકો ચારેય તરફથી ભીંસ ભોગવી રહ્યાં છે.

Untitled 2 Recovered Recovered Recovered Recovered 17

ભાજપ વિકાસના નામે પહેરાવે છે ઉંધા ચશ્મા

વિકાસના નામે મતપેટી ભરવા માટે આ વખતે પણ ભાજપ પાસે આ એક જ મુદ્દો છે. અનેક એવા સવાલો છે કે જે ભાજપ માટે કોઠડારૂપ છે. સરાજાહેર જો ચર્ચા કરવા ભાજપના નેતા બેસે છે તો શરીરના કપડા તો ઠીક પણ ચામડી પણ નીકળી જાય તેવી હાલત થઇ જાય. પણ વિકાસ અને હિન્દુત્વના નામે ચૂંટણી લડતવા નીકળેલી ભાજપને આ વખતે મોંઘવારી સહિતના મુદ્દે મતદારો ધુળ ચાટતુ કરી દે તેવી હાલત છે. મતદારો શાણા છે, સમજુ છે, હવે ખોટા વચનોમાં ભેરવાઇ જાય તેમ નથી.

ઇ.વી.એમ.માં સ્વીચ દબાવતા પહેલા આ યાદ રાખજો

  •  ભરોસો રાખ્યો એટલે ગેસના બાટલાના રૂપિયા 1100 થયા
  • ભરોસો રાખ્યો એટલે પેટ્રોલનો ભાવ 110 થયો
  •  ભરોસો રાખ્યો એટલે મોરબી ઝૂલતા પુલમાં 135 લોકોની હત્યા કરનાર આબાદ ફરે છે
  •  ભરોસો રાખ્યો એટલે તેલના ડબ્બાના 3000 થયા
  • ભરોસો રાખ્યો એટલે ડિઝલના ભાવ 100 થયા
  •  ભરોસો રાખ્યો એટલે સ્કુલમાં ઉઘાડી લૂંટના પરવાના આપી દીધા
  •  ભરોસો રાખ્યો એટલે દલિતો પર થઇ રહ્યા છે અત્યાચાર
  • ભરોસો રાખ્યો એટલે કઠોળના ભાવ 100 થઇ ગયા
  •  ભરોસો રાખ્યો એટલે પુલવામાની ઘટનાની તપાસ ન થઇ
  • ભરોસો રાખ્યો એટલે મુદ્રા અદાણી પોર્ટથી પકડાતા ડ્રગ્સનું નેટવર્ક ખુલતુ નથી
  • ભરોસો રાખ્યો એટલે જ પંજાબમાં 700 કિસાનોના મોત થયા

આ મુદાઓથી ભાજપના નેતા ભાગે છે કેમ?

  •  કાળુ ધન પાછુ આવ્યુ નહીં! *મોંઘવારીએ રસોડા સુધી માજા મુકી!
  •  બેરોજગારીએ આટો લઇ લીધો! *ગેસ-પેટ્રોલ-ડિઝલના ભાવ ભડકે બળે છે!
  • કોરોના કાળમાં ભાજપના નેતા-આગેવાનો ગોત્યા જડતા ન હતા!
  • લઠ્ઠાકાંડ-મોરબી ઝૂલતા પુલની ઘટનામાં મગરમચ્છ આબાદ છે! આ બધુ ભૂલીને ભાજપને કેમ મત આપવો? – ચોરે અને ચોકે ચર્ચાતા આ સવાલો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.