Abtak Media Google News

આપણો મત આપણું સન્માન, આવો કરીએ અચૂક મતદાન

આવતીકાલે 1લી ડિસેમ્બરે વિધાસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે ત્યારે તમામ રાજકોટ જિલ્લાવાસીઓને અવશ્ય મતદાન કરવા માટે  રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અરુણ મહેશ બાબુએ અપીલ કરી છે.

Advertisement

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. જેમાં સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાશે. આ વેળાએ સમય કાઢીને અચૂકપણે મતદાન કરવા જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે.

તેઓએ આ અંગે જણાવ્યું છે કે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુંટણી યોજાઈ તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.  તમામ મતદારોએ જાગૃત બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વની ઉજવણીમાં સામેલ થવું જોઈએ.

આપણા તમામ તહેવારોની જેમ ચૂંટણી પણ લોકશાહીનો મહત્વનો પર્વ છે ત્યારે ચાલો આપણે સૌ આ મતદાનના પર્વમાં ભાગીદાર બનીએ. આપણો મત આપણું સન્માન, આવો કરીએ અચૂક મતદાન તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.