Abtak Media Google News

ગુજરાતના ભાગે આવતી ચાર રાજયસભા બેઠકોમાંથી બે બેઠકો ગુમાવ્યા બાદ ભાજપને અન્ય રાજયોમાંથી મળતી બેઠકોમાં વધારો યો છે. ગઈકાલે રાજયસભાની ૨૫ બેઠકો માટે વિવિધ રાજયોનું મતદાન યું હતું. પરિણામમાં પ્રાપ્ત આંકડા મુજબ તેલંગણામાં ટી.આર.એસ.ને ત્રણ બેઠકો મળી છે. જયારે મમતા બેનર્જીના પક્ષ તૃણમુલ કોંગ્રેસને ચાર બેઠકો મળી છે. સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠકો ઉત્તરપ્રદેશની રહી છે. ઉત્તરપ્રદેશમાં સપાને એક બેઠક મળી છે જયારે ૯ બેઠકો ભાજપે જીતી લીધી છે.

થોડા દિવસ પહેલા જ ગોરખપુર અને કુલપુરની હાઈપ્રોફાઈલ બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડયો હતો. અલબત રાજયસભામાં ૯ બેઠકો જીતવા ભાજપ સફળ રહ્યું છે. ઉત્તરપ્રદેશમાંી નાણાપ્રધાન અ‚ણ જેટલી રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. જયારે અભિનેત્રી જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા છે.

રાજયસભામાં ૧૬ રાજયોની જુદી જુદી ૫૮ બેઠકો ખાલી કરવી પડી હતી. તેમાંી ૧૦ રાજયોની ૩૩ બેઠકો બીન હરીફ જ જાહેર કરાઈ હતી. જયારે ૬ રાજયની બાકી ૨૫ બેઠકો માટે ગઈકાલે મતદાન યું હતું. રાત્રે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ ઉપર નજર કરીએ તો પશ્ર્ચિમ બંગાળમાં ટીએનસીના ચાર ઉમેદવારો રાજયસભાના સાંસદ બન્યા છે. જયારે કોંગ્રેસના નેતા અભિષેક મનુ સીધવી પણ ચૂંટાઈ આવ્યા છે.

કર્ણાટકની ચાર બેઠકો માટે મતદાન યું હતું. જેમાંથી ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસે જીત મેળવી છે. જયારે એક બેઠક ભાજપને ફાળે ગઈ છે. તેલંગણામાં ત્રણ બેઠકો પરના મતદાનમાં સત્તાધારી રાષ્ટ્ર સમીતી (ટીઆરએસ)ના ઉમેદવાર સંતોષકુમાર લીગૈયા યાદવ તેમજ બી.પ્રકાશને બેઠક મળી છે. કોંગ્રેસના કે.પી.પલરામ હારી ગયા છે. ઝારખંડની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધીરજ સાહુની જીત ઈ છે.

ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તેલંગણા, ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં રાજયસભાની ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે. જો કે, ઉત્તરપ્રદેશમાં ભાજપે અપસેટ સર્જર્યો છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં ૮ બેઠકો માટે દાવેદાર હતું. તેમ છતાં ભાજપે એક ઉમેદવાર વધુ ઉભો રાખ્યો હતો. ગુજરાતમાં બે બેઠકો ગુમાવ્યા બાદ પણ રાજયસભામાં ભાજપની તાકાત વધી છે. હવે રાજયસભામાં ભાજપના સાંસદની સંખ્યા ૬૯ ઈ ચૂકી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.