Abtak Media Google News

જેતપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને બ્લેકમેઇલ કરતી ગેંગ સક્રિય બની છે બે મહિલા અને બે પુરુષો એક જ મોડેન ઓપ્રેન્ટિસ થી વેપારીઓ પાસેથી લખો રૂ.ખંખેરી રહ્યા છે

Advertisement

જાણવા મળતી વિગત મુજબ શહેરમાં છેલ્લા કેટલા સમયથી વેપારીઓને બ્લેકમેઇલ કરતી ગેંગ સક્રિય થઇ છે પ્રથમ વેપારીઓને ત્યાં મહિલા કોઈ પણ કામ માટે જાય અને ત્યાં વેપારીને એકલતા માં જોઈ મહિલા તેના અન્ય સાગરીતો ને બોલાવી વેપારીઓને ધમકાવી માર મારી બીભસ્થ ફોટો પાડી બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા નો તોડ કરી ચુકી છે

આ મહિલા તેમજ તેના સાગરીત પર અન્ય જિલ્લા માં ભૂતકાળમાં કેસો પણ થઇ ચુકયા હોવાનું જાણવા મળેલ છે. વેપારીઓ પોતાની આબરૂની બીકે અત્યાર સુધી લાખો રૂ આ ગેંગ ને આપી ચુક્યા છે અને પોલીસ ફરિયાદ પણ કરવાની હિંમત દાખવી નથી બે વર્ષ પેહલા એક વૃદ્ધ વેપારીને પોતાની જાળ માં ફસાવી ૨૦ લાખ ની તોડ કરેલ અને બીજા એક વેપારી પાસે ૯ લાખ નો તોડ કર્યો હોઈ જેના સી.સી.પૂટેજ પણ વેપારી પાસે હોવા છતાં આબરૂ ની બિકી ફરિયાદ નથી કરેલ

પોલીસ આ તોડ કરતી સક્રિય ગેંગની તપાસ કરી આગળ કોઈ વેપારીઓ તેની જાળમાં ન ફસાઈ તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.