Abtak Media Google News

રાજકોટના જામનગર રોડ પર કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કારમાં આગ લાગતા બ્લાસ્ટ જેવો અવાજ આવતા લોકો એકઠા થયા હતા. રૂડા બિલ્ડીંગ પાસે કારમાં લાગેલી આગની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતાં જ કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તરત કામગીરી હાથ ધરીને પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમતના અંતે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. જો કે, આ આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.