કાલે કૃષ્ણ જન્મોત્સવના વધામણા: ભવ્યાતીભવ્ય શોભાયાત્રામાં ભાવિકો ઉમટશે

વીએચપી દ્વારા જન્માષ્ટમીની 34માં વર્ષે શોભાયાત્રા

ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે ગુજ2ાત રત્ન જૈનમુનિ સુશાંતમુનિ મહારાજ બિરાજશે: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે પ્રસ્થાન

વિશ્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વા2ા છેલ્લા 33 વર્ષથી  અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 34મી શોભાયાત્રાનું અભુતપૂર્વ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. છેલ્લા એકાદ મહિનાથી વિવિધ સમિતિના સભ્યો, હોદેદારો, કાર્યકરોની ફૌજ કાર્યરત રહી શોભાયાત્રાને ભવ્યાતીભવ્ય બનાવવા માટે કાર્ય કરી રહી છે. આગામી તા. 24ને શનિવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8-00 કલાકે મવડી ચોકડી ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે ગુજરાત રત્ન સુશાંતમુનિ મહારાજ સાહેબ બિરાજશે. મુખ્ય વક્તા સંઘના પ્રચારક તથા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સૌ2ાષ્ટ્ર પ્રાંતના પ્રાંત  પ્રચારક મહેશભાઈ જીવાણી પ્રાસંગીક ઉદબોધન પાઠવશે. મહોત્સવ સમિતિના અધ્યક્ષની જવાબદારી ધર્મેશભાઈ પટેલ નિભાવશે. ઉપરાંત કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે તથા શોભાયાત્રામાં જોડાઈ નગરવાસીઓનું અભિવાદન ઝીલશે અને આ પર્વની શુભેચ્છા પાઠવશે. આ તકે દરક ધર્મ, સંપ્રદાય, પંથના સંતો, મહંતો, ગુરૂ વિગેરે ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે.

34મી શોભાયાત્રા મવડી ચોક ખાતેથી શરૂ થશે આ શોભાયાત્રા તેના પરંપરાગત રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને પારૂલ ગાર્ડન રણછોડનગ ખાતે સમાપન થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નાના-મોટા વાહન, હજા2ો લોકો, સંસ્થાઓ, મંડળો, ગ્રુપ, શૈક્ષ્ણિક સંસ્થાઓ અને કાર્યકર જોડાશે. પોલીસ ડિપાર્ટમેન્ટ સમગ્ર રૂટમાં ટ્રાફીક સંચાલન અને સુરક્ષા પુરી પાડવાનું કાર્ય કરશે.

આ શોભાયાત્રાના વિવિધ ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ લેવા અબાલ-વૃધ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો અને હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડશે.

શોભાયાત્રા પ્રસંગે અનેક સંતો-મહંતો, સાધુઓ, સામાજીક, રાજકીય, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા આગેવાનો, મોભીઓ, શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાશે. સમગ્ર શોભાયાત્રા સુંદર 2ીતે પાર પાડવા માટે સમગ્ર 2ાજકોટનો પોલીસ સ્ટાફ, ટ્રાફીક પોલીસ વિભાગ, બજ2ંગદળ અને દુર્ગાવાહીનીના કાર્યર્ક્તા ભાઈઓ-બહેનો પોતાની સેવા આપશે અને શોભાયાત્રાને વ્યવસ્થા અને સુરક્ષાનું ક્વચ પુરૂ પાડશે.

137 જેટલા ગૃપ, મંડળો દ્વારા નોંધણી તથા લતાસુશોભન અને અનેક પ્રકારની થીમ તથા સંદેશાઓ પાઠવતી કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. જેને સમિતિ દ્વારા બનેલી નિર્ણાયક કમીટીના મુલ્યાકન બાદ ઈનામ આપીને નવાજવામાં આવશે. આ તમામ કૃતિની સ્પર્ધામાં ભાગ લેનાર દ2ેક સ્પર્ધક મંડળ, સંસ્થા, ગૃપ દ્વારા તા. 22 ના 2ોજ આ તમામ કૃતિઓ ખુલ્લી મુક્વામાં આવશે. તા. 22 તથા 23 એમ બે દિવસ જન્માષ્ટમી મહોત્સવ સમિતિની નિર્ણાયક કમીટીની ટીમ આ કૃતિઓની મુલાકાત લેશે. આ ટીમ દ્વા2ા મુલ્યાંકન થયા બાદ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઈનામથી નવાજવામાં આવશે.