Abtak Media Google News

જેસીઆઈ ઈન્ડિઆ દ્વારા વિશ્ર્વ રકતદાન દિવસની દર વર્ષે ૧૪ જૂનના રોજ ઉજવણી કરવામા આવે છે. રકતદાન મહાદાન હેઠળ જેસીઆઈ રાજકોટ સિલ્વર અને જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ સંયુકક ઉપક્રમે તા.૧૪ જૂન ૨૦૨૦ના રોજ જલારામ રઘુકુલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરેલ જેમાં ઝોન ૭ના ઝોન ઉપપ્રમુખ જેએફએમ ડો. હિરેન મેતા સવિશેષ ઉપસ્થિત રહેલા આ શિબિરમાં સરકાર દ્વારા કોવીડ ૧૯ને લગતા દરેક નિયમોનું પાલન કરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બહોળી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરી સામાજીક જવાબદારી નિભાવેલ.

Advertisement

આ શિબિરમાં કુલ ૪૬ બોટલ રકત એકત્ર થયેલ જેનો પુરવઠો રેડક્રોસ બ્લડ બેંકને આપવામાં આવેલ છે.રકતદાન કરનાર દરેક દાતાઓ દ્વારા ને જેસીઆઈ રાજકોટ સીલ્વર દ્વારા વિઝીટીંગ કાર્ડ હોલ્ડર મોબાઈલ હોલ્ડર અને રેડક્રોસ બ્લડ બેંક દ્વારા સર્ટીફીકેટ ભેટ સ્વ‚પેએનાયતકરેલ

જેસીઆઈ રાજકોટ સિલ્વરના પ્રમુખ જેસી મેઘા ચાવડા, સંસ્થાના લીડર જેસી ભારત દુદકીયા અને શ્રી જલારામ રઘુકુલ સાર્વજનીક હોસ્પિટલ ચેરમેન કેતન પાવાગઢીના માર્ગદર્શન હેઠળ જેસી હરિકૃષ્ણ ચાવડા અને પ્રોજેકટ ડાઈરેકટર જેસી મિતુલ મહેતાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી છે. સાથોસાથ સંસ્થાના દરેક ભૂતપૂર્વ પ્રમુખ, કાર્યરત ટીમ અને દરેક મેમ્બર્સ કાર્યક્રમમાં હાજર રહીને સફળ બનાવવા ખંભે મિલાવીને મદદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.