Abtak Media Google News

રાજકોટની જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, સમાજમાં રકતદાન પ્રત્યે લોકોમાં જે ખોટી માન્યતાઓ પ્રવર્તે છે લોકો રકતદાન કરતા ખચકાય છે જેને લીધે હર-હંમેશ રકતની અછત વર્તાય છે, તેને દુર કરવા માટે સમાજને રકતદાન પ્રત્યે જાગૃત કરવો ખુબ જરૂરી છે. આ માટે કાલે જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ ખાતે સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન અને જય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બપોરે ૨ થી ૪ કલાક દરમ્યાન રકતદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યા છે.

આ કેમ્પમાં દર વર્ષે વિદ્યાર્થીના વાલીઓ, તમામ સ્ટાફ મેમ્બર્સ અને પૂર્વ વિદ્યાર્થીઓ રકતદાનમાં જોડાય છે. આ માટે રાજકોટની જાણીતી ફિલ્ડ માર્શલ બ્લડ બેંકનો સહકાર પ્રાપ્ત થાય છે. આ રકતદાનની વિશેષતાઓ એ છે કે, વિદ્યાર્થીઓને આ રકતદાનની સમગ્ર પ્રક્રિયા દેખાડવામાં આવે છે. તેમને સમજાવવામાં આવે છે. આ રકતદાન કેમ્પ રકતદાન કરવા ઈચ્છતા હોય તે ઉપર જણાવેલ સમય દરમ્યાન જોડાય શકે છે.આ સમગ્ર આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી.વી.મહેતા અને સીઈઓ ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં બંને શાળાઓના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.