Abtak Media Google News

સેવાભાવી યુવા શ્રેષ્ઠી સ્વ. હરેશભાઈ લાખાણીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે આયોજન: ૧૩ જૂને વિષ્ણુ યજ્ઞની પૂર્ણાહૂતિ પ્રસંગે લોકડાયરો, વજુભાઈ વાળા આપશે હાજરી

સૌરાષ્ટ્રના સેવાભાવી યુવા શ્રેષ્ઠી સ્વ. હરેશભાઈ લાખાણીની પૂણ્યસ્મૃતિમાં કાગદડી ખાતે આવેલા ખોડીયારધામ આશ્રમે આવતીકાલે રકતદાન કેમ્પ અને સંતવાણીના કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આગામી ૨ જૂને રામનામ સંકિર્તન તેમજ ૧૩ જૂને સંતવાણી અને લોકડાયરો યોજાશે. જે અંગે વિગત આપવા ખોડીયારધામના મહંત જયરામદાસ બાપુ તેમજ સેવકગણે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

કાગદડી-ધુના ખાતે આવેલા ખોડીયારધામ આશ્રમ ખાતે ૧૩ જૂન સુધી નિત્ય રામવિષ્ણુ યજ્ઞ અને ૫૬ ભોગ મહોત્સવ યોજાઈ રહ્યો છે. જે દરમ્યાન યુવા શ્રેષ્ઠી સ્વ. હરેશભાઈ લાખાણીની પૂણ્યસ્મૃતિમાં આવતીકાલે સાંજે ૬ થી ૧૦ દરમ્યાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાંથી એકત્ર થયેલ રકત સીવીલહોસ્પિટલમાં તેમજ જ‚રીયાત મંદ લોકોના ઉપયોગમાં લેવાશે. આ સાથે બ્રીજરાજદાન, ઈશ્વરદાન ગઢવી અને જયદીપ સોનીનો લોક ડાયરો યોજાશે.

આગામી ૧૩ જૂને રાત્રે અલ્કાપટેલ, હરેશદાન ગઢવી, દિવ્યેશ જેઠવા અને જયદીપ સોનીનો લોકડાયરો યોજાશે આ પ્રસંગે કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહી સ્વ. હરેશભાઈ લાખાણીને શ્રધ્ધાંજલી પાઠવશે.

આવતીકાલે યોજાનાર કાર્યક્રમમાં જીલ્લા કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, અધિક કલેકટર હર્ષદ વોરા, ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, કુવરજીભાઈ બાવળીયા, જાવેદભાઈ પીરજાદા, લલીતભાઈ કગથરા તેમજ વલ્લભભાઈ કથીરીયા, દિનુભાઈ સોલંકી,મેયર જૈમન ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખીયા સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા મહંત જયરામદાસ બાપુ તેમજ ટ્રસ્ટીઓ રામજીભાઈ લીંબાસીયા, સુરેશભાઈ વાંછાણી, રક્ષીતભાઈ કલોલા, શૈલેષભાઈ લુણાગરીયા, પરેશભાઈ હરસોડા, જીતેન્દ્રસિંહ જાડેજા અને અલ્પેશસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ સેવકગણ જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.