Abtak Media Google News

અરવલ્લી જિલ્લાના માલપુરના ટીસ્કી ગામે ધારિયાથી યુવાન પર લોહિયાળ હુમલાની ઘટના સામે આવી છે. ટીસ્કી ગામે વડીલોપાર્જિત મઘ્યારી જમીનની વાવણી બાબતે  હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.  જેમાં પટેલ ગૌરીશંકરને માથાના ભાગે ઇજા પહોચી છે. આ હુમલો પટેલ ગૌરીશંકરના કાકાના દીકરા જીગરભાઇ પટેલે ઊંધા ધારીયાના હુમલાથી ગૌરીશંકર પટેલને ઇજા પહોંચાડી હતી.

લોહી લુહાણ હાલતમાં  ગૌરીશંકર પટેલને  108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ગૌરીશંકર પટેલની માતાએ  માલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.