Abtak Media Google News

યુવતીના કાકા સહિત ત્રણ  શખ્સોએ ઘરમાં ઘુસી યુવાનને લમધાર્યો નોંધાતો ગુનો

ગોંડલના નવાગામમાં રહેતા બાવાજી યુવકને  તેના ઘર મા ઘુસી ત્રણ શખ્સોએ ’તારે મારી ભત્રીજી સાથે આડા સંબંધ છે’ તેમ કહી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના નવાગામે રહેતો ગોપાલગીરી વિશાલગીરી ગૌસ્વામી નામનો 22 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો  ત્યારે ભલા પુના, અમિત સામજી અને ખીમજી રમેશ નામના ત્રણેય શખ્સોએ ગોપાલગીરી ગૌસ્વામી ઝઘડો કરી તારે મારી ભત્રીજી સાથે આડા સબંધ છે તેવુ કહી પાઈપ વડે માર માર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.