Abtak Media Google News
  • પિતાના પ્રેમની સજા પુત્રને મળી : મુળીના લીયા ગામે પિતાની પ્રેમિકાના સંતાનોના હુમલામાં 26 વર્ષીય યુવકનું મોત

મૂળી તાલુકાના લિયા ગામે પ્રેમ પ્રકરણમાં સરા ગામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. મૂળી તાલુકાના લીયા ગામે પ્રેમ પ્રકરણમાં સરા ગામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો તેમજ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી હતી. મૂળી પોલીસ સ્ટેશનેથી વધુ માહિતી મળતા મૂળી તાલુકાના સરા ગામના નિવાસી ગનીભાઇ મુલતાની અને ધુનીબેન કાળુભાઇ વાનાણી રહે લીયા સાથે છેલ્લાં દસ વર્ષથી પ્રેમ સબંધમાં જોડાયેલા હતાં તેમજ ફરિયાદી તથા તેના ભાઈઓ બહેનો મોટા થઈ ગયેલ હોય જેથી તેઓએ તેમના પિતાજી તેમજ ધુનીબેન તથા તેમના પરિવાર સાથે સબંધ ન રાખવા વારંવાર સમજાવ્યું હતું.

તારીખ 21મે ના રોજ રાત્રે ફરિયાદીના પિતા રાત્રે ધુનીબેનના ઘરે જતા રહ્યા હતા જેથી ફરિયાદી તથા તેનો ભાઈ સોહિલ રાત્રે 11:00 કલાકની આસપાસ મોટરસાઇકલ લઈને તેમના પિતાજી તેમજ આરોપી ધુનીબેનના ઘરે તેમના પિતાજી તેમજ ધુનીબેન અને ધુની બહેનના પરિવારને સમજાવવા માટે ગયા હતા. ત્યારે આરોપીઓએ એકી સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી તેમજ તેના ભાઇ સોહિલને જેમ તેમ બોલી ફરિયાદી તથા તેમના ભાઈ સોહિલને ઘરની બાહર કાઢી મૂક્યા હતા. તેમજ છૂટા પત્થરો મારી જગડો કરી આરોપી શક્તિભાઈ કાળુભાઇ વાનાણીએ હાથમાં રહેલી કુહાડી ફરિયાદીના ભાઇ સોહીલને માથામાં ઝીંકી દીધી હતી.

આરોપી વિક્રમભાઇ કાળુભાઇ વાનાણીએ હાથમાં રહેલો ધોકો સોહિલના માથામાં ધા માર્યો હતો અને આરોપી કાળુભાઇએ હાથમાં રહેલો લોખંડના પાઇપ વડે સોહિલના હાથમાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના ભાઇ સોહિલ (ઉ.વ.26)નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું તેમજ ફરિયાદી અને તેમના પિતાજી વચ્ચે પડતા આરોપી ધુનીબેનએ પોતાના હાથમાં રહેલ પાવડાનો હાથો ફરીયાદીના ગરદનના પાછળના ભાગમાં માર્યો અને આરોપી કાળુભાઇ એ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથામાં મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીના પિતાજીને ઇજા કરી આરોપી કાજલબેનએ પથ્થરનાં છૂટા ધા કરી ફરિયાદીને ગંભીર ઈજગ્રસ્ત કર્યા હતા આ ઉપરાંત ફરીયાદી સમીરભાઈ ગનીભાઇએ મૂળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી હતી તેમજ મૂળી પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભાવનગરમાં પાણીપુરી વિક્રેતાની સરાજાહેર હત્યાથી ચકચાર

ભાવનગરમાં એક પાણીપુરી વિક્રેતાની સરાજાહેર હત્યા થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર શહેરમાં પાણીપુરીના વેચાણ સાથે સંકળાયેલ એક યુવાનની સરાજાહેર હત્યા નીપજાવી દીધાના અહેવાલ છે. જો કે, હજુ આ મામલે પોલીસ તપાસ શરૂ છે. હત્યામાં મૃતકની ઓળખથી માંડી હત્યા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી.

પડધરીના ફતેપર ગામે પત્ની સામે જોવાની બાબતે યુવાનની ઢોર માર મારી હત્યા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફતેપર ગામે એક યુવકની ઢોર માર મારી હત્યા નીપજાવી દેવાની ઘટના સામે આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર ફતેપર ગામના અશ્વિનભાઈ પરસોતમભાઈ ગજેરા નામના 37 વર્ષીય યુવાન આરોપી અશોક છગનભાઇ બાળાની પત્ની સામે જોતો હોય તે બાબતનો ખાર રાખીને આરોપી અશોક બાળા, ભરત બાળા અને બે અજાણ્યા ઈસમો ચારેક દિવસ પૂર્વે ગેરકાયદે મંડળી રચી મૃતકની વાડીમાં ફોર વ્હીલ ગાડી લઇ ધસી આવ્યા હતા અને લાકડાના ધોકા વડે હુમલો કરી યુવકને ઢોર માર મારી ગાડીમાં બેસાડી મૃતકના ઘર પાસે ફેંકી દીધો હતો. જે બાદ ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. હાલ પડધરી પોલીસે ત્રણેક શખ્સોને અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આટકોટ : ટી પોઇન્ટ નજીકથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આટકોટ સ્થિત ટી પોઇન્ટ નામની ચાની દુકાન પાછળ આવેલ જાડી-ઝાંખરામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા આટકોટ પોલીસ દોડી ગઈ હતી. પ્રાથમિક તપાસ અનુસાર આ યુવકનો મૃતદેહ 20 દિવસ જૂનો હોવાની માહિતી મળી રહી છે. યુવકના મોતનું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. જયારે પોલીસે મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.