Abtak Media Google News

એક માસ પહેલા ઝેર પીધેલી યુવતીએ સારવારમાં દમ તોડયો: પરિવારમાં કલ્પાંત

બોટાદ જિલ્લાના નાના પાળીયાદ ગામે યુવતીએ ઝેરથી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. માતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ વખ ઘોળ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદના નાના પાળિયાદ ગામે રહેતી દિવ્યા ભરતભાઈ ધરજીયા નામની 20 વર્ષની યુવતીએ એક માસ પહેલા પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે બોટાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ હાલત વધુ ગંભીર જણાતા તેણીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં લાંબી સારવાર બાદ યુવતીએ દમ તોડતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ઘટનાની જાણ થતા પોલીસે મૃતદેહ હ પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ દિવ્યાને માતાએ કામ બાબતે ઠપકો આપતા લાગી આવ્યું હતું. જેના કારણે ઝેરી દવા પી આપઘાત કરી લીધાં જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.