Abtak Media Google News

બોટાદ – જસદણ પંથકની ગેંગ સામે

નિવૃત લેફટનન્ટ કર્નલ અને ખાનગી કંપનીના અધિકારી પર હુમલો, કોન્ટ્રાકટ પડાવી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે?

અમરેલી જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહની કાર્યવાહીથી ખળભળાટ

રાજયના સૌ પ્રથમ અમરેલીમાં સોનુ ડાંગરની ગેંગ સામે વર્ષ 2020 માં ગુજસી ટોક હેઠળ કાર્યવાહી બાદ એસ.પી. હિંમકરસિંહ દ્વારા જસદણ અને બોટાદની ગેંગ સામે બાબરા પોલીસ મથકમાં ગુજશી ટોક હેઠળ ગુનો દાખલ કરી ચાર શખ્સોની ધરપકડ કરી છે. જયારે બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગુનાખોરીમાં હંપકંપ મચી જવા પામી છે.

સમગ્ર ગુનાની હકીકત એવા પ્રકારની છે કે, તાજેતરમાંજ આર્મીનાનિવૃત લેફટન્ટ કર્નલ અને ખાનગી કંપનીના અધિકારી  ઉપર જીવલેણ હુમલો કરી તેના હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હતા જેના પગલે ચોંકી ઉઠેલ પોલીસતંત્ર દ્વારા તપાસ કરાતા જસદણ અને બોટાદના શખ્સોએ ગેંગ બનાવી હોવાનું અને કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમા અમરેલી,રાજકોટ,બોટાદ જીલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં શીવકુભાઇ બહાદુરભાઇ ઉર્ફે નાનભાઇ ગોવાળીયા (રહે.રાયપર તા. ગઢડા હાલ – બોટાદ) રાજુલાભાઇ ઉર્ફે રજકુભાઇ બહાદુરભાઇ ઉર્ફે નાનભાઇ ગોવાળીયા, (પાંચવડા શીવાજીનગર પાળીયાદ રોડ, બોટાદ) હરેશભાઇ દડુભાઇ ગીડા (રહે. રાયપર હાલ રહે. બોટાદ)

મંગળુભાઇ બહાદુરભાઇ ઉર્ફે નાનભાઇ ગોવાળીયાઉવ. 42 હાલ બોટાદ બ્રાહષ્ણ તથા જસદણના સતવીરભાઇ ધીરુભાઇ ગીડા અને પ્રતાપભાઇ ધીરુભાઇ ગીડાએ ગેંગ બનાવી હોય સંગઠીત ટોળીવિરૂધ્ધ ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજસીટોક) એક્ટ 2015 અધિનિયમ અંતર્ગતછ શખ્સો સામે ગુન્હો દાખલ કરી  ચાર આરોપીઓની અટક કરી સતવીર અનેપ્રતાપની શોધખોળશરૂ કરીછે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ દ્વારા અમરેલી, બોટાદ,રાજકોટ જિલ્લામાં વિશેષ ગેંગબનાવી, પોતાનું નેટવર્ક ઉભું કરીને ગેરકાયદેસરની મંડળીઓ રચી, ખુનની કોશીશ,સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી, મારામારી કરી, કોન્ટ્રાક્ટ પડાવી લેવાના તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનાઓ આચરતી સંગઠીત ટોળકી વિરૂધ્ધ જરૂરી રેકર્ડ અને પુરાવાઓ એકત્રિત કરી, ભાવનગર રેન્જ વડા ગૌતમ પરમારની મંજુરી મેળવી, સરકાર તરફે ફરિયાદ આપી બાબરા પો.સ્ટે.આવેલ છે.

આ ટોળી ના સાગરીતો અમરેલીઅનેબોટાદ જિલ્લામાં પોતાનુ નેટવર્ક ઉભુ કરી, આ ટોળકી  આર્થિક અને ઔધોગીક વિકાસમાં સંલગ્ન રીન્યુએબલ એનર્જી જેવા મહત્વના પ્રોજેકટોના અમલી કરણમાં ગુનાહિત બળ વાપરી, ધાક ધમકી આપી અવરોધ ઉત્પન્ન કરેછે. આ ટોળકીએ એકસંપ કરી, ગેરકાયદેની મંડળીઓ રચી, સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી, મારામારી કરી, કોન્ટ્રાક પડાવી લેવાના તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનાઓ આચરેલ હોવાનુ જણાયેલ છે. જેથી ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ગુજસીટોક મુજબ ગુનો દાખલ કરેલ છે.આ ટોળી સામે ગઢડામાં બે,બાબરામાં બે બોટાદમાં બે ગુના દાખલ થયેલ છે તથા સતવીર અને પ્રતાપ સામે અમરેલીમાં પણ ગુનો દાખલ થયેલ છે.

ગુજસીટોકની તપાસ અમરેલી નાયબપોલીસ અધિક્ષક જે.પી. ભંડારીને સોંપવામાં આવેલ છે. તેમના સહાયક તપાસનીશ અધિકારી તરીકે જે.ચૌધરી પો.ઇન્સ. તથા આર.ડી.ચૌધરીપો.ઇન્સ. બાબરા પો.સ્ટે. તથા પી.બી.લક્કકડ પો.સબ.ઇન્સ.એલ.સી.બી.શાખા અમરેલી તથા બી.પી.પરમાર પો.સબ.ઇન્સ. દામનગર પો.સ્ટે.નીસ્પેશ્યલઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ છે. આજે તા. 26ના રોજ ચાર આરોપીને અટક કરી મુખ્ય તપાસનીશ અધિકારી જે.પી.ભંડારી રીમાન્ડની માંગણી કરનાર છે.

દરમિયાન અમરેલીના એસ.પી. હિમકર સિંહે પત્રકાર પરિષદના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે આ પ્રકારના કે કાયદાનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ કરવા માટે નિર્ભય બનીને આગળ આવે પોલીસ આવા તત્વોની સાન ઠેકાણે લાવી લોકોની સરક્ષા માટે પ્રતિબધ્ધ છે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.