Abtak Media Google News
  • સાયલામાં મહિનામાં ફકત બે-ત્રણ વાર જ કરાય છે પાણી વિતરણ

જિલ્લામાં દર વર્ષે પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા સર્જાય છે. ઉનાળાના સમયમાં જિલ્લાના જળાશયોના તળિયા દેખાતા પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ છે. ઉનાળાના આકરા તાપમાં ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને પાણી માટે માથે બેડા લઇને 2 કિમિ દૂર જવું છે. જિલ્લાના થોરિયાળી, ફલકું, નાયકા અને વળોદ, ત્રિવેણી, ઠાગા ડેમ પાણી વિહોણા બન્યા છે.

સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરો તેમજ અન્ય જોડીયા શહેરો જોરાવરનગર અને રતનપર માટેનો મુખ્ય પાણીનો સ્ત્રોત છે. આ ડેમથી રચાયેલા તળાવ દ્વારા આ શહેરોમાં વસતા 3 થી 4 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ધોળીધજા ડેમની જળ સપાટી પણ ઘટી છે. હાલની પરિસ્થિતિ મુજબ 26 ફૂટની જળસપાટી ધરાવતો ધોળીધજા ડેમ માત્ર 20 ફૂટ ભરેલો છે. બીજી તરફ ધાંગધ્રા, પાટડી સહિતના ગામોમાં પણ આગામી દિવસોમાં પાણી સમસ્યા સર્જાય તેવા એંધાણ છે. ખેડૂતોને પણ પિયત માટે પાણી ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો. જો કે પ્રશાસન વિભાગ પાણી સમસ્યા ટાળવા કેવા પગલાં ભરે છે તેના પર સૌ મીટ માંડીને બેઠા છે.પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે

લીંબડી તાલુકાના પાણશીણા ગામમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 15 દિવસે પાણી વિતરણ કરતું હોવાની રાવ ઉઠી છે. 7 હજારથી વધુ વસ્તીના ગામમાં લોકો નછૂટકે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. ટોકરાળાથી આવતી લાઈનમાં અનેક જગ્યાએ ભંગાણ થયું હોવાને કારણે પાણીની સમસ્યા સર્જાય હોવાનું કારણ બહાર આવ્યું છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ પગલા નહીં લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઉનાળાની શરૂઆત પહેલાં જ લીંબડી તાલુકામાં વધુ વસ્તી ધરાવતા પાણશીણા ગામમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ હતી. ગામના અનેક વિસ્તારોમાં 15 દિવસે પાણી વિતરણ કરાતું હોવાની રાવ ઉઠી છે. 15 દિવસે વિતરણ થતાં ગ્રામજનોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. 7,000થી વધુ વસ્તીના ગામમાં લોકો નછૂટકે વેચાતું પાણી લેવા માટે મજબૂર બની રહ્યા છ સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા ગામ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટુ ગામ અને તાલુકા મથક છે. ત્યારે 20 હજારથી વસ્તી ધરાવતા સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીના પોકાર ઉઠ્યા છે. ગામને પાણી પુરૂ પાડતો થોરીયાળી ડેમ બે મહિના પહેલ જ તળીયાઝાટક થઇ ગયો છે..જેનાં કારણે હાલ પંચાયત દ્વારા આસપાસની ખાણોમાંથી અને બોર દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે..જેના કારણે મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે..જેના કારણે લોકોને મોટી માત્રામાં પાણીનો સંગ્રહ કરવો પડે છે. થોરીયાળી ડેમ બે માસ પહેલા જ ખાલી થઇ ગયો, સાયલા ગામમાં મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે. જેના કારણે હાલ ગ્રામ પંચાયત દ્વારા શહેરની આસપાસ આવેલી ખાણોમાંથી પમ્પિંગ કરી તેમજ બોરનું પાણી વિતરણ કરવામાં આવે છે. આ પાણીનો સ્ટોક પણ મર્યાદિત હોવાના કારણે હાલ સાયલા ગામમાં દર 10 કે 12દિવસે એટલે કે મહિનામાં માંડ બે કે ત્રણ વાર પાણી મળે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.