Abtak Media Google News

ચૈત્ર સુદ અગિયારસ અને ૩૦મીએ જગદગુરુ શ્રીમદ્દ વલ્લભભાચાર્ય મહાપ્રભુજીનો પ૪૦મો પ્રાકટયોત્સવ

જગતગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી નું પ્રાકટય વિક્રમ સવંત ૧૫૩૫ ના ચૈત્ર વદ અગિયારસ (૧૪૭૯) ના રોજ ચંણાણ્યય છત્તીસગઢ મુકામે થયું હતું. (તારીખ મુજબ આ વર્ષે પ્રાકટોત્સવ તા. ૩૦-૪-૧૯ મંગળવારે આવે છે) તેમના પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટજી હતું અને તેમના માતાનું નામ ઇલામાગરુજી હતું.

મહાપ્રભુ વલ્લભાચાર્યજી એ વૈષ્ણવો ને બ્રહ્મસંબંધનો ભાવાર્થ સમજાવ્યો. ભગવદ નામસ્મરણ માણસનું ભાગ્ય બદલી શકવાની તાકાત ધરાવે છે. તેથી જ તેને કોઇ ગ્રહો, કુંડળી, પિતૃ, ભૂત-પ્રેત વગેરે કાઇ જ નડતું નથી. માત્ર દ્રઢ વિશ્ર્વાસ જરુરી છે. જગત માં ત્રણ કુળ છે. રઘુકુળ માં રામચંદ્રજી પ્રગટયા:, યદુકુળમાં કૃષ્ણચંદ્રજી પ્રગટયા ,તૈલંગ મૂળ માં આચાર્ય પ્રગટયા તેથી તે કુળ ને વલ્લભકુળ પણ કહેવામાં આવે છે. જગતગુરુ વલ્લભાચાર્યજી સાક્ષાત ઇશ્ર્વર સ્વરુપ છે અને તેમની લીલા પણ અપરંપાર છે.

વલ્લભ નો અર્થ થાય છે વ્હાલું પ્રિય વલ્લભભ ભગવાન કૃષ્ણના ખુબ જ પ્રિય છે. તેમણે ભગવાન કૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ નો ભાવ સમજાવ્યો. શ્રીમદ વલ્લભચાર્યજીએ શંકરાચાર્યજી, નિમ્બરકાચાર્યજી ની ફિલોસોફીનો પણ અભ્યાસ કર્યો ખુબ જ નાની ઉમરમાં તેઓ એક સાથે ૧૦૦ મંત્રો કંઠસ્થ રાખી શકતા એટલું જ નહીં. ઉલટી દિશામાં પણ કંઠસ્ય રાખી શકતા. ત્યારબાદ તેઓ બાલસરસ્વતિ તરીકે ઓળખાવા લાગ્યા. મંત્ર પ્રભુ શુઘ્ધાદ્રેત બ્રહ્મવાદ નો પ્રચાર કર્યો. પુષ્ટિમાર્ગીય જીવ માટે નામસ્મરણ ખુબ જ મહત્વનું છે તે બતાવ્યું ગામના શિંગડા પર રાય નો કણ રહે તેટલી વાર પણ ભગવદસ્મરણ છોડવું નહી એવું એમણે બધા જીવોને સમજાવ્યું.

જિંદગી નો અર્થ શું? શા માટે આ બ્રહ્માંડનું અસ્તિત્વ છે? આ બ્રહ્માંડનુ: સર્જન કરનાર કોણ? આવા બધા જ પ્રશ્ર્નોના અર્થ વેદ, ભગવદગીતા વગેરેનો સંદર્ભ લઇને ખુબ જ સારી રીતે સમજાવ્યા. તેઓ એ બ્રહ્મસૂત્ર, ભગવદગીતા અને ઉપનિષદ પર પણ પોતાના મંતવ્યો આપ્યા.

વલ્લભાચાર્યજી ને વિષ્ણુસ્વામી સં૫્રદાય દ્વારા બિલ્વમંગલાચાર્યજી ની આજ્ઞા અનુસાર આચાર્ય ની પદવી એનાયત કરવામાં આવી. ઉપરાંત તેમણે ભગવાન કૃષ્ણની આજ્ઞા અનુસાર પુષ્ટિમાર્ગ પણ બતાવ્યો. અને એ રીતે તેઓ પુષ્ટિ માર્ગના આચાર્ય બન્યા.

ભગવાન કૃષ્ણ દ્વારા અપાયેલ સંદેશ ફેલાવવા માટે તેમણે ત્રણ વખત ખુલ્લા ચરણારવિંદે પૃથ્વીની પરિક્રમા કરી છે. તેમના ૮૪ વૈષ્ણવોની વાર્તા ધર્મગ્રંથ અને યમુનાષ્ટ કમ વૈષ્ણવોમાં ખુબ જ પ્રિય છે. જગદગુરુ શ્રીમદ્દ વલ્લભચાર્યજી એ શ્રીમદ્દ ભાગવતનું જુદા જુદા સ્થળોએ વાંચન કર્યુ. તેને મહાપ્રભુજી ના બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે. ૮૪ બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે. ૮૪ બેઠકજી ચરિત્ર ગ્રંથ મુજબ ભારતમાં બેઠકજી ની સંખ્યા પણ ૮૪ છે.

શ્રીમદ વલ્લભાચાર્યજી ના લગ્ન મહાલક્ષ્મીજી સાથે થયા હતા અને તેમને બે પુત્રો હતા. ગોપીનાથજી અને વિઠ્ઠલનાથીજી (ગુંસાઇજી) ગોપીનાથજી અને વિઠ્ઠલનાથી પણ વલ્લભ ના દર્શાવેલ માર્ગ પર ચાલ્યા. આજની તારીખે પણ વલ્લભકુળના આચાર્યો પુષ્ટિમાર્ગનો અને વલ્લના દર્શાવેલ માર્ગ પર ચાલ્યા. આજની તારીખે પણ વલ્લભચાર્યજી મહાપ્રભુજીના ધાર્મિક સંદેશા નો પ્રચાર પ્રસાર કરે છે. પુષ્ટિ માર્ગ ના રચયિતા અને વૈષ્ણવોના વહાલા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પાકટયોત્સવ પર તેમને દંડવત પ્રણામ અને અને તેમના પ૪૦ માં પ્રાકટયોની ખુબ ખૂબ વધાઇ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.