Abtak Media Google News

ઓખા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા રક્ષાબંધન પર્વ નિમિતે ઓખા શ્રી ગીતા પાઠશાળા રક્ષાબંધનનું આઘ્યાત્મીક મહત્વ સમજાવતા તથા ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સાથે કલીયુગમાં સામાજીક અને ધાર્મિક દુષણોથી જીવમાત્રની રક્ષા સમજાવતો કાર્યક્રમ ઓખા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પાઠશાળાએ બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષાબંધન ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ઓખામાં બી.એસ.એફ બોર્ડર સિકયુરીટી ફોર્સના તમામ જવાનોને બ્રહ્માકુમારી બહેનો દ્વારા રક્ષા સુત્રના ધાગા બાંધી મોં મીઠા કર્યા હતા. રક્ષાબંધનનું આઘ્યાત્મીક મહત્વ સમજાવતા બ્રહ્માકુમારી અનસુયાબેન જણાવેલ કે કળીયુગના સમયમાં જયારે સમાજમાં દુષણો જે વાકે કોધ, લોભ, અહંકાર, ઈર્ષા, દ્વેષ ખુબ જ વધી જાય છે. જેના રક્ષા માટે વિશ્ર્વમાં રક્ષાબંધન ઉત્સવ ઉજવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.