Abtak Media Google News

સેન્સેક્સે 66533 અને નિફટીએ 19700ની નીચલી સપાટી તોડી : આઇટી શેર્સમાં ભારે વેચવાલી

આજે શેરબજારની તેજી ઉપર બ્રેક લાગી છે. સેન્સેકસમાં 1000 પોઇન્ટનું ગાબડું પડ્યું છે. સેન્સેક્સે 66533 અને નિફટીએ 19700ની નીચલી સપાટી તોડી નાખી છે.

Advertisement

શુક્રવારે ઘરેલૂ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી ટ્રેડિંગની નરમ શરૂઆત થઈ હતી. ઈન્ફોસિસના નબળા ગાઈડન્સ બાદ આજે શેરબજારમાં આઈટી શેર્સમાં ભારે વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ આજે 3 વાગ્યે  1010 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 265 પોઇન્ટ નીચો ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારે ઈન્ફોસિસના શેર 8 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

ઈન્ફોસિસના પરિણામથી નારાજ રોકાણકારોએ ઓલરાઉન્ડ વેચવાલી શરુ કરી હતી. તેને પગલે બજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો.વૈશ્વિક બજારોની વાત કરીએ તો ગુરુવારે અમેરિકાના બજારોમાં ડાઉ જોન્સ સતત નવમાં સેશનમાં વધીને બંધ રહ્યો હતો જોકે, નાસ્ડેક અને એસએન્ડ પી 500 ઈન્ડાઈસિસ ઘટીને બંધ રહ્યા હતા. શુક્રવારે સવારે એશિયાના અન્ય બજારો ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 9.40 વાગ્યે બીએસઇસેન્સેક્સ 595.21 પોઈન્ટ્સ અથવા 0.88 ટકાના ઘટાડા સાથે 66976.69 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 155.65 પોઈન્ટ્સ અથવા 0.78 ટકા ગગડીને 19823.50 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.આજે સવારે આઈટી, ટેકનો, રિયલ્ટી, ટેલીકોમ, એફએમસીજી અને ક્ધઝ્યૂમર ડ્યૂરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે આજે સવારે એકમાત્ર કેપિટલ ગૂડ્ઝ શેરોમાં જ લેવાલી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ અને બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.22 ટકા અને 0.17 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

બીએસઇ સેન્સેક્સ પેકમાં આજે સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેર 2.88 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એસબીઆઈ, નેસ્લે ઈન્ડિયા, એક્સિસ બેન્ક, ટાટા મોટર્સ, પાવરગ્રીડ, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એનટીપીસીનો સમાવેશ થાય છે.

બીએસઇ સેન્સેક્સ પેકમાં આજે ઈન્ફોસિસના શેર સૌથી વધુ 7.15 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત આજે ઘટીને ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એચસીએલ ટેકનો, ટીસીએસ, વિપ્રો, હિન્દુસ્તાન યૂનિલિવર, ટેક મહિન્દ્રા અને રિલાયન્સનો સમાવેશ થાય છે.

એનએસઇ નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેર સૌથી વધુ 2.42 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. આજે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહેલા અન્ય મુખ્ય શેરોમાં સિપ્લા, ઓએનજીસી, ડિવિસ લેબ અને બ્રિટાનિયાનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ઈન્ફોસિસના શેર 7.92 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આ ઉપરાંત આજે સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહેલા અન્ય શેરોમાં એચસીએલ ટેકનો, વિપ્રો, ટીસીએસ અને હિન્દુસ્તાન યૂનિલિવરનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.