Abtak Media Google News

આંગણવાડીમાં બાળકોની રેલી યોજી માતાઓને સ્તનપાન કરાવવા માટે જાગૃત કરાઈ

આજના આધુનિક યુગમાં માતાઓ દ્વારા બાળકોને સ્તનપાન કરાવવામાં આવે અને બાળક તંદુરસ્ત અને નિરોગી બને તે માટે મહિલા અને બાળવિકાસ દ્વારા ઓગસ્ટ મહિનાની તા.૧થી ૭ સુધી તાલુકાની તમામ કાર્યરત આંગણવાડીમાં અલગ અલગ કાર્યક્રમો યોજી માતાઓને સ્તનપાન કરાવવામાં જાગૃત કરવામાં આવી રહી છે.

ત્યારે આજે નવા માલણિયાદ ગામે આંગણવાડીમાં બાળકોએ રેલી યોજી હતી. મહિલા અને બાળ વિકાસ દ્વારા સ્તનપાન સપ્તાહ અંતર્ગત ઓગસ્ટ મહિનાની તા.૧થી ૭ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં તા.૧થી ૦થી ર વર્ષના તમામ બાળકોના વજન કરાવવામાં આવ્યું હતું જેમાં ઓછા વજનવાળા બાળકની માતાને સ્તનપાન કરાવવા જાગૃત કરી હતી. જાકે બીજી ઓગસ્ટે ભુલકાઓની રેલી યોજાઈ હતી.

જયારે ત્રીજી ઓગસ્ટે વાલીઓને જાગૃત કરવામાં આવશે. ચોથી ઓગસ્ટે નગરપાલીકાની તમામ આંગણવાડી મહિલાઓને બોલાવી સ્તનપાન વિશે જાગૃત કરવામાં આવશે. જયારે સાતમી ઓગસ્ટે વધુ વજન ધરાવતા બાળકની માતાને પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્યારે આજે હળવદની નવા માલણિયાદ ગામની આંગણવાડીમાં બાળકોની રેલી યોજી માતાઓને સ્તનપાન કરાવવા માટે જાગૃત કરવામાં આવી હતી.

આ અંગે બાળ વિકાસ યોજના અધિકારી મમતાબેન જણાવ્યું હતુ કે, ઓગસ્ટ મહિનાની તા.૧થી ૭ સુધી સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે અને આ સપ્તાહના અંતે માતાઓને પ્રોત્સાહીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.