Abtak Media Google News

દશેક દિવસનાં વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતા સારા વરસાદની આશા જાગી: ભાવનગર જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ

છેલ્લા દશેક દિવસથી રાજયભરમાં મેઘરાજાએ વિરામ લેતા વરસાદની ઘટથી જગતતા ચિતીત થઈ ગયો છે. ખેતરોમાં ઉભી મોલાત સુકાય રહી છે. જળાશયોમાં પણ પ્રાપ્ત માત્રમાં પાણી ન હોવાના કારણે પાક બચાવવો મુશ્કેલ છે. એકમાત્ર વિકલ્પ મેઘમહેર જ રહી છે. યારે આજે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો નોંધાયો છે. સવારમાં રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો ભાવનગર વડોદરા જિલ્લામાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા દશેક દિવસથી મેઘરાજાએ બ્રેક લીધો છે. જેના કારણે હવે ઉભા પાકને મેઘમહેરની ખૂબજ આવશ્યકતા છે. સુરેન્દ્રનગર અને મોરબી સહિતના જિલ્લામાં હજી સંતોષકારક વરસાદ થયો નથી જેના કારણે આ બંને જિલ્લાની સ્થિતિ ખૂબજ ચિંતાજનક બની જવા પામી છે. મેઘરાજાને મહેર કરવા જગતાત વિનવી રહ્યો ત્યારે ગઈકાલ રાતથી વાતાવરણમાં પલ્ટો નોંધાયો છે. મધરાતે રાજકોટમાં વરસાદનું એક સામાન્ય ઝાપટુ પડયું હતુ. દરમિયાન આજે સવારથી પણ વાતાવરણ વાદળછાયું જોવા મળીરહ્યું છે. સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર અને વડોદરા જિલ્લામાં પણ સવારે સામાન્ય વરસાદ પડયો હતો.

હાલ ઉતરના રાજયોને બાદ કરતા દેશમા કયાંક ચોમાસાની સિસ્ટમ સક્રિય નથી છેલ્લા ચારેક દિવસથી તો બપોરનાં સમયે ઉનાળા જેવા આકરા તડકાનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આજથી વાતાવરણમાં પલ્ટો આવતા લોકોના મનમાં આશા બંધાય છે કે ફરી મેઘ મહેર થશે જોકે હાલ રાજયમાં સાર્વત્રીક વરસાદ પડે તેવી એક પણ સિસ્ટમ સક્રિય નથી અપર એર સાયકલોનીક સિસ્ટમ બની રહી છે. પણ તે સૌરાષ્ટ્રને બહુ અસર કરે તેવી શકયતા ખૂબજ નહીવત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.