Abtak Media Google News

વન વીક વન વોકળા ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના મવડી વિસ્તારમાં આવેલા સ્મશાન નજીકના વોકળામાંથી ઈંટોના ભઠ્ઠા અને અવરોધરૂપ માટી, રબીસનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.

વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખાનો કાફલો આજે શહેરના વોર્ડ નં.૧૧માં ત્રાટકયો હતો. સોલીડ વેસ્ટ શાખા દ્વારા સુચવેલા હયાત વોકળામાં નડતરરૂપ કાચા-પાકા દબાણો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મવડી સ્મશાન પાસેના વોકળામાં ખડકાયેલા ઈંટોના ભઠ્ઠા અને માટીનું દબાણ દુર કરી વોટરવે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.