Abtak Media Google News

મહિપતસિંહ પરમાર, પ્રો.કિશોર પોરીયા, કે.એમ.ચાવડા અને પ્રો.દેસાઈના નામની ચર્ચા

ડોડીયા, ચૌહાણ, કોઠારી, ભીમાણી અને રામાનુજની દાવેદારી વચ્ચે બહારનો ઉમેદવાર ખાંટી જાય તેવી સંભાવના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૭માં કુલપતિ બનવા માટે ડો.કમલ ડોડીયા, ડો.પ્રતાપસિંહ ચૌહાણ, ડો.ભાવીન કોઠારી, ડો.ભરત રામાનુજ અને ડો.ગીરીશ ભીમાણી સહિતના નામો ચર્ચામાં હતા પરંતુ આ તમામ ચર્ચા વચ્ચે એક નવો જ ઘટસ્ફોટ થયો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭માં કુલપતિ ‘સૌરાષ્ટ્ર’ બહારના જ નીમાશે. જેમાં ડો.મહિપતસિંહ ચાવડા (અમદાવાદ યુનિ.) ડો.કે.એમ.ચાવડા (સુરત કોલેજના પ્રિન્સીપાલ), પ્રો.કિશોર પોરીયા (સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફિઝીકસ ડિપાર્ટમેન્ટના હેડ) અને પ્રો.દેસાઈના નામની ચર્ચા ચાલી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી અત્યાર સુધીમાં ૧૬ કુલપતિઓ આવી ચુકયા છે. જેમાં બહારથી આવેલા કુલપતિ લાંબો સમય પોતાના પદ પર ટકી શકયા નથી. તે બતાવે છે જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૭માં કુલપતિ તરીકે સરકારને કોઈ સારા ચહેરા ન મળતા હવે બહારથી આવેલા કુલપતિની નિમણુક કરવી પડે તેવો માહોલ સર્જાયો છે.

ડો.કમલ ડોડીયાને કાર્યકારી કુલપતિ બનાવ્યા બાદ તેની સામે છેલ્લા પોણા ત્રણ માસના કાર્યકારમાં અનેક વિવાદો સામે આવ્યા અને જુના કૌભાંડો પણ ખુલ્યા. પૂર્વ કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલપતિ બનવા માટે મજબુત દાવેદાર હતા પરંતુ તેમના કાર્યકાર દરમિયાન કોંગ્રેસના કેટલાક મિત્રો સાથે સંબંધો રાખતા હોવાથી તેમનું નામ કુલપતિના લીસ્ટમાંથી નીકળી ગયું હોય તેવું સુત્ર જણાવી રહ્યા છે

હાલમાં તો સૌરાષ્ટ્ર બહારના ચાર ઉમેદવારો કે જેને કુલપતિ પદે દાવેદારી નોંધાવી છે તે કુલપતિ બને તેવી પ્રબળ શકયતા દેખાઈ રહી છે. જેમાં અમદાવાદથી દાવો કરનાર મહિપતસિંહ પુરી લાયકાત ધરાવે છે. આ ઉપરાંત સુરતમાંથી દાવો કરનાર પ્રો.કિશોર પોરીયા પણ પ્રબળ લાયકાત ધરાવે છે. હાલમાં તેઓ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફિઝીકસ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ત્રીજા ઉમેદવાર તરીકે કે.એમ.ચાવડા જે સુરતની એક કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ચોથા દાવેદાર પ્રો.દેસાઈ કે જેઓ સંઘના પ્રાંત અધિકારી યશવંત ચૌધરીની ખુબ જ નજીક હોય તેની પણ કુલપતિ પદે નિમણુક થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટીમાં સંઘના અધિકારીઓ જ કુલપતિપદે છે. જોકે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સૌરાષ્ટ્ર બહારના સંઘના સભ્યને કુલપતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે. તેમાં કોઈ બે મત નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.