Abtak Media Google News

અચ્છે દિન આ રહે હૈ…

ઇઝ ઓફ ડુંઇગ બીઝનેસ રેકીંગમાં બે વર્ષમાં પ૩ અંકના સુધારા સાથે ભારત ૭૭માં ક્રમે પહોંચ્યું

ભારતીય અર્થતંત્રએ ઝડપી વિકાસની ગતિ પકડી છે. જેમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ નો મહત્વનો ફાળો રહેલો છે. એટલે કે ધંધા રોજગાર માટે ભારતમાં દીન પ્રતિદિન વધુને વધુ સાનુકુળ વાતાવરણ બની રહ્યું છે જે રોકાણકારોને માટે સૌથી હકારાત્મક અને આકર્ષક પરિબળ છે.

તાજેતરમાં વિશ્વબેંક દ્વારા જાહેર કરાયેલા ઇઝ ઓફ ડુંઇગ બીઝનેસ રેકીંગમાં ભારતે સતત બીજા વર્ષે મોટી છલાંગ મારી છે અને ૭૭માં ક્રમે પહોંચી ગયું છે.ભારતની આ પ્રકારની ગતિશીલતાને જોઇ વિશ્વબેંકે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૯માં ભારતમાં ધંધા માટે વધુ ઉજજળા સંજોગો ઉદભવિત થશે.

જે વિશ્ર્વભરના રોકાણકારોને પોતાની તરફ આકર્ષશે મહત્વનું છે કે, કોઇપણ દેશનો વિકાસ અને વૃઘ્ધિ તેના અર્થતંત્રની સ્થિતિ પર  નિર્ભર હોય છે પરંતુ અર્થતંત્રને ત્યારે જ હકારાત્મક વેગ મળે છે. જયારે તેમાં વિદેશી હુંડીયામણની પણ સંતુલીત આવક સમાવિષ્ઠ હોય અને આ માત્ર ત્યારે જ શકય બની શકે જયારે ભારતમાં રોકાણ કરવા માટેની ઉજજવળ તકો ઉભી થાય.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ માં ઇઝ ઓફ ડુંઇગ બીઝનેસ રેકીંગમાં ભારતનું સ્થાન ૧૩૦માં ક્રમે હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં ૩૦ અંકોના સુધારા સાથે ભારત ૧૦૦માં ક્રમે રહ્યું હતું. ત્યારે હવે વર્ષ ૨૦૧૯માં ધંધા રોજગારીમાં સરળતામાં ભારતનો સુચક આંક ર૩ અંકો ના સુધારા સાથે ૭૭માં ક્રમે રહેશે. છેલ્લા બે વર્ષમાં ભારતે ઘણો સુધારો હાંસલ કર્યો છે અને પ૩ અંકોના પ્રગતિ સાથે મિશાલ કાયમ કરી છે.

વિશ્વબેંકે જારી કહેલા આ અંક બાદ ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહે દેશની પ્રગતિની પ્રસંશા કરી હતી અને ટવીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું કે,: ભારતના ક્રમમાં ઘણો સુધારો થયો છે જે ભારતના ગતિશીલ અને ઝડપી વિકાસનો સંકેત છે. મોદી સરકારના રાજમાં ભારતમાં વ્યાપાર કરવો વધુ સરળ બન્યો છે. શાહે વધુમાં જણાવતા કહ્યું કે, આ સુધારા દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.