Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોંડલ ચોકી માધાપર ચોક સુધી બી.આર.ટી.એસ. પાઈલોટ બ્યુકોરીડોરનું નિર્માણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત એમ.વી.લેન, સાઈકલ ટ્રેક, સર્વિસ લેન તથા બી.આર.ટી.એસ.ડેડીકેટેડ બસ લેનનું નિર્માણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત બસ સર્વિસ તા.૦૧/૧૦/૨૦૧૨ી શરૂ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા ચોક તા મવડી ચોક પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી પુરજોશી કરવામાં આવી રહેલ છે. ચોમાસાની ઋતુ પહેલા ફુટીંગની કામગીરી પૂર્ણ કરીને ગર્ડરની કામગીરી કરવામાં આવનાર છે. જેને લગત તમામ કામગીરી બી.આર.ટી.એસ. ડેડીકેટેડ લેન પરી ક્રેન/જે.સી.બી. જેવા ભારે મશીનરી/વાહનોનો ઉપયોગ કરીને નિર્માણ કામગીરી ઝડપી કરવાનું આયોજન હોય, ઉક્ત બંને સ્થળ પર બી.આર.ટી.એસ. બસ સેલ્ટર્સ પણ પણ આવેલ હોય, આ બંને સ્થળ પર બી.આર.ટી.એસ. બસ સેલ્ટર્સ પર મુસાફરોની આવન-જાવન કરવાનું સ્થગિત કરેલ તેમજ આ બંને સ્થળો પરી પસાર તી બી.આર.ટી.એસ. બસને હાલના સર્વિસલેન પરી પસાર કરવાનું નકકી કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા ચોક તા મવડી ચોક ખાતે ઓવરબ્રિજી નિર્માણ કામગીરી પ્રગતિમાં હોય, જેના કારણે બી.આર.ટી.એસ. બસમાં મુસાફરી કરતાં મુસાફરોની સલામતીને ધ્યાને લઈ બી.આર.ટી.એસ. રૂટના રૈયા ચોક તા મવડી ચોક બસ સેલ્ડર્સ ખાતેની મુસાફરોની આવન-જાવન/ચડાવ-ઉતાર આગામી તા.૧૫/૦૭/૨૦૧૮ સુધી સ્ગિત રાખવામાં આવશે. વધુમાં બી.આર.ટી.એસ. રૂટ પરી પસાર તથા ઈમરજન્સી સેવાના વાહનોને મવડી ચોક તા રૈયા ચોક ખાતેથી સર્વિસ લેન કે અન્ય વૈકલ્પીક માર્ગેી ચલાવવા અનુરોધ છે. જેની તમામ શહેરીજનોએ નોંધ લેવા વિનંતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.