Abtak Media Google News
  • ટોળા દ્વારા પથ્થરમારો અને તોડફોડ કરી: મારામારીમાં પાંચ લોકો ઘાયલ
  • 27 શખ્સો સામે ગુનો નોાંધી:  ઉચ્ચ અધિકારીનો કાફલો દોડી ગઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યા

શહેરમાં 80 ફૂટ રોડ પર 40થી વધુ લોકોએ એક પરિવાર પર હુમલો કર્યો, જેમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રેમ સંબંધમાં યુવક પ્રેમિકાને ભગાડી ગયો અને ત્યાર બાદ યુવક-યુવતી બંનેના પરિવારજનો સહિતના લોકો 80 ફૂટ રોડ પર સમાધાન માટે ભેગા થયા હતા. આ સમયે 30થી 40 લોકોના અલગ અલગ વાહનોમાં આવી અને અચાનક યુવકના પરિવાર પર હુમલો કર્યો હતો.

આ ઘટનામાં પાંચથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ ઘટનામાં પથ્થરમારા અને તોડફોડની ઘટના પણ બની છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર યુવક-યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના સમાધાન માટે 80 ફૂટ રોડ દેશળભગતની વાવ વિસ્તારમાં લોકો એકત્રિત થયા હતા અને જેમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની ગયો હતો. 40થી વધુ લોકો દ્વારા ધોકા, પાઇપ અને પથ્થરનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો અને ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી છે.

ઘટનાને લઇ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના  પીએસઆઈ  એસ.પી.ઝાલા ખુદ ફરિયાદી બન્યા છે. 27 લોકો સામે નામજોગ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.જે પરિવાર ઉપર હુમલો થયો છે તે પરિવારના પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આ અંગે પોલીસ તપાસ કરવામાં આવી છે.સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર એક જ સમાજનાં 200 થી 300 લોકોએ ધોકા અને લાકડીઓ સાથે આમને સામને આવીને ધિંગાણું સર્જુ હતુ,યુવતીને ભગાવી જવાના મુદ્દે આ સમાજના લોકો એકઠા થયા હતા અને અચાનક બબાલ થતા આસપાસના ઘરોમાં તોડફોડ પણ કરાઈ હતી સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,તો 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા

ટોળાએ સમાધાન પહેલા સામસામે પથ્થરમારો કર્યો અને પથ્થરમારો કર્યા બાદ આ ઘટના અહીયા અટકતી નથી પણ રોડ પર રહેલા વાહનોના કાચ તોડી કારને નુકસાન પણ કર્યુ હતું.સ્થાનિકોનું કહેવું છે કે અમારો કઈ વાંક હતો અમે આ વાત જાણતા નથી તેમ છતા અમારા ઘરમાં આવીને તોડફોડ કરવામાં આવી છે,ટોળુ એક પ્લાન બનાવીને આવ્યું હતું અને સાથે ધોકા અને પથ્થરો પણ લાવ્યા હતા.

પોલીસે સમય પ્રમાણે પહોંચીને 27 લોકોની અટકાયત કરી હતી અને બન્ને પક્ષે સામસામે ગુનો નોંધ્યો હતો,પોલીસ સીસીટીવીના આધારે હજી પણ વધુ લોકો સામે ગુનો નોંધશે,27 લોકોની સામે ગુનો નોંધી અન્ય 10 લોકોની વધુ અટકાયત કરી છે,જે વ્યકિતઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા ઉઢજઙસહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.