Abtak Media Google News

ઓનલાઈન ફ્રોડ (Online Fraud)થી પોતાના ગ્રાહકોને બચાવવા સરકારી ટેલિકોમ કંપની BSNLએ એક ચેતવણી આપી છે. BSNL આ ચેતવણી દેશમાં થઈ રહેલા SMS ફ્રોડને લઈને છે. BSNLએ ગ્રાહકોને માહિતી આપી છે કે, છેતરપિંડી કરનારાઓ ગ્રાહકોનો SMSના માધ્યમથી સંપર્ક કરી રહ્યાં છે અને તેમને કહે છે કે જો તેઓ KYC પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમનું BSNLનું સિમ ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે. આ સાથે કંપનીએ એમ પણ કહ્યું છે કે, છેતરપિંડી કરનારાઓ KYCની વિગતો SMS દ્વારા લે છે અને ત્યારબાદ તેમની બેંકમાંથી પૈસા ઉપાડી લે છે. તે જાણીએ આખો મામલો શું છે.

આ રીતે ફર્જી SMS મોકલી રહ્યા છે

આ ફર્જી CP-SMSFST, AD-VIRINF, CP-BLMKND, અને BP-ITLINNન જેવા હેડર્સ સાથે મોકલવામાં આવે છે. BSNL સ્પષ્ટ કહ્યું છે કે, આ મેસેજ કંપની દ્વારા મોકલવામાં આવી રહ્યા નથી, તેથી કૃપા કરીને આવા મેસેજથી દૂર રહો. કંપનીએ વધુમાં કહ્યું કે, કંપની તરફથી મેસેજ મોકલવામાં આવી રહ્યા નથી, તેથી તેને અવગણવું જોઈએ નહીતર તમારા બધા પૈસા બેંકમાંથી ચોરી થઈ શકે છે.

સરકાર અને BSNLએ આ સમસ્યાનો સામનો કરવા આ પગલાં લીધાં

સરકાર અને ટેલિકોમ કંપનીઓએ ફ્રોડ SMSને અટકાવવા માટે એક નવું એસએમએસ ટેમ્પલેટ લાગુ કર્યું છે. નવા એસએમએસ ટેમ્પલેટ બ્લોકચેન ટેકનોલોજીની મદદથી ચાલશે. હવે કોઈપણ મેસેજ કે જે વેરીફાઈડ કંપની મોકલે છે તે માટે સરકારે સૂચવેલા હેડર અને ફૂટર ટેમ્પલેટનું પાલન કરવું પડશે.

નવી સિસ્ટમના આગમન સાથે SMS ફ્રોડ ઘટી જશે

આ નવી સિસ્ટમની આવવાથી SMS ફ્રોડ ઓછો થશે, કારણ કે જે SMSને કંપની વેરિફાઈ શકશે નહીં તે મેસેજ બ્લોક થઈ જશે અને ગ્રાહકો સુધી પહોંચી શકશે નહીં. કંપનીએ ગ્રાહકોને ચેતવણી આપી છે કે,તેઓ તેમની કોઈ પણ વ્યક્તિગત માહિતી અને ઓટીપી કોઈની સાથે ફોન પર શેર ન કરવા જોઈએ. અને જો તમને ફેક તથા ફ્રોડ એસએમએસ મળે છે, તો પછી તમે ટેલિકોમ કંપની અથવા સંબંધિત અધિકારીઓને ફરિયાદ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.