Abtak Media Google News

બોર્ડ દ્વારા કર્મચરીઓની નિવૃત્તિની વય ૬૦ માંથી ૫૮ વર્ષ કરવાની દરખાસ્તનો

સ્વીકાર, તમામ પ૦ કે તેથી ઉપરની વયના કર્મચરીઓને સ્વૈચ્છીક નિવૃત્તિ

ટેલીકોમ ક્ષેત્રે ચાલી રહેલી ક્રાંતિકારી તેજીના દોરમાં જયારે ખાનગી કંપનીઓ પર બહારમાં વિકસી રહી છે. ત્યારે સરકાર હસ્તકની ભારત સંચાર નિગમ લિમિટેડની માઠી અસર સામે ૫૪ હજાર કર્મચારીઓને પોતાની નોકરી ગુમાવવી પડે એવી સ્થિતિ ઉભી થઇ ગઇ, બીએનએનએલ બોર્ડ ૫૪ હજાર કર્મચારીઓને છુટા કરવાની દરખાસ્તમાં સ્વીકાર કરી દીધો હોવાનો એક અહેવાલમાં જણાવ્યું છે.

બીએસએનએલ દ્વારા કર્મચારીઓની છુટણી સહિતના નિર્ણયો સામે છુટણી પુરી થવાની રાહ જોવાય રહી છે. બીએસએનએલ બોર્ડ દ્વારા નિષ્ણાંતોની સમિતિએ કરેલા દસ સુચનો પૈકી ત્રણ સુચનોને સ્વીકારવાનું નકકી કરી લેવાયું છે. કંપની દ્વારા કર્મચારીઓની છુટણી સહિતનો નિર્ણાયક અમલ ચુંટણી પુરી થઇ જાય ત્યાં સુધી રાહ જોવાનું નકકી કર્યુ છે. કર્મચારીઓ માટે વીઆરએસ પેકેજ અને ટેલીકોમ વ્યવસાય સમેટી લેવાના નિર્ણયો માટે ટેલીકોમ વિભાગ દ્વારા ચુંટણી પુરી થાય તેની રાહ જોવામાં આવી રહી છે.

બોર્ડ દ્વારા કર્મચરીઓની નિવૃતિની વય ૬૦ માંથી ૫૮ વર્ષ કરવાની દરખાસ્તનો સ્વીકાર, તમામ પ૦ કે તેથી ઉપરની વયના કર્મચરીઓને સ્વેચ્છીક નિવૃત્તિ વી.આર.એસ. લેવાનો લાભ અને બીએસએનએલમાં ૪જી સ્પેકટમ સુવિધા જેવા મહત્વનાં નિર્ણયો અંગે બોર્ડે મંજુરી આપી છે. કંપનીના ૧૭૪, ૩૧૨ કર્મચારીઓના મજબુત કાર્યશકિતના ૩૧ ટકા ૫૪૪૫/- કર્મચારીઓને નિવૃત્ત કરવાના કંપનીના નિર્ણયને ટુંક સમયમાં જ અમલમાં મુકવામાં આવશે. ૩૩,૫૬૮ કર્મચારીઓની નિવૃતિથી બીએસએનએલ આવતા ૬ વર્ષમાં ૧૩,૮૯૫ કરોડની બચત કરી શકશે.

બીએસએનએલ કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા ૫૫ વર્ષની રાખવામાં આવી છે. બીએસએનએલ અને એમટીએમએલ સહિત બન્ને કંપનીઓ અત્યારે કર્મચારીઓને પગાર આપવામાં પણ અસર્મથબની ચુકી છે. કંપનીએ કર્મચારીઓને ફેબ્રુઆરી મહીનાનો પગાર ચુકવ્યો નથી. બન્ને કંપનીઓએ સરકાર પાસેથી આ નાણાકીય કટોકટી ઉકેલવા માટે આર્થિક સહાયની માંગણી કરી છે પરંતુ સરકાર હજુ સુધી બીએસએનએલની કટોકટીના ઉકેલ માટે નાણાકીય સહાયનો કોઇ નિર્ણય લઇ શકે નથી. બીએસએનએલના કર્મચારીઓને સ્વૈચ્છીક નિવૃતિનો લાભ આપીને કંપનીના આર્થિક મુશ્કેલીઓની સ્થિતિ નિવારવા માટે સરકાર પ્રયત્નશીલ છે.

દેશમાં સૌથી સુદઢ નેટવર્ક અને છેવાડાના ગામડા સુધી આદર્શ ટેલીકોમ પ્રણાલીનું નેટવર્ક ધરાવતી અને સરકારની સૌથી મજબુત કંપની તરીકે બીએસએનએલનો જોટો જડે તેમ નથી. પરંતુ વર્તમાન યુગમાં ખાનગી કંપનીઓની હરિફાઇના દોરમાં ઝડપી નિર્ણય નવી યોજનાઓનો અમલ અને ગ્રાહકલક્ષી પેકેજ અપનાવવામાં બીએસએનએલ નો પછાત પણું અંતે કંપનીને ખાય જ ગયું હોય તેમ ભયંકર આર્થિક સંકાળામણમાં ફસાયેલી કંપનીના કર્મચારીઓને નાણાકીય વર્ષના અંતિમ મહિના ફેબ્રુઆરીનો પગાર પણ ચુકવી શકાયો નથી. બીએસએનએલના ૫૪ હજાર કર્મચારીઓ હવે છુટયા કરવાના નિર્ણયનો અમલ ચુંટણી પછી થવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.