Abtak Media Google News

અરજદારો સાથે કર્મચારીઓ પર પણ ડેન્ગ્યુનું જોખમ

શહેરમાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો છે ત્યારે મહાપાલિકાની આરોગ્ય શાખાના અધિકારીઓ દ્વારા સરકારી કચેરીઓમાં મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ શશરૂરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત બીએસએનએલ, પીજીવીસીએલ, આઈટીઆઈ અને સરકારી પોલીટેકનીકલ કોલેજમાંથી મચ્છરો મળી આવ્યા હતા.

આરોગ્ય શાખા દ્વારા ભાવનગર રોડ પર આઈટીઆઈ કેમ્પસમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પક્ષીકુંજ, પશુના પાણી પીવાની કુંડી, સિમેન્ટની ટાંકી સહિત કુલ ૧૨ સ્થળોએથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા.

ગર્વમેન્ટ પોલીટેકનીક કોલેજમાં સિન્ટેક્ષની ટાંકી, ભંગારના બોર્ડ સહિત કુલ ૩ સ્થળોએથી, મીલપરામાં પીજીવીસીએલની સબ ડિવીઝન કચેરીના કેમ્પસમાં પક્ષીકુંજ, સિન્ટેક્ષની ટાંકી અને ભંગાર સહિત ચાર સ્થળોએ જયારે જયુબીલી ચોકમાં બીએસએનએલ જુની તાર ટપાલ ઓફિસમાં અલગ-અલગ ૧૦ સ્થળોએથી મચ્છરના પોરા મળી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.