Abtak Media Google News

2024ની લોકસભાની ચૂંટણીઓ પહેલાનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ હશે

કોવિડ-19ના કયામત કાળ માંથી વિશ્વ બહાર આવી રહ્યું છે, ભલે ચીનમાં ફરી કોવિડનો ભોરિંગ ફૂંફડા મારી રહ્યો છૈ. પરંતુ ભારતમાં આક્રમક અને સફળ વેક્સિનેશન બાદ હવે સૌ ચિંતા મૂક્ત જણાય છે. મોટાભાગે આખા વિશ્વની આ સ્થિતી છે. સામાપક્ષે આખું વિશ્વ મહાભયાનક મંદીનાં ભયથી કાંપી રહ્યું છે. યુરોપ તથા અમેરિકામાં તો તેની અસર દેખાઇ પણ રહી છે. સ્વાભાવિક રીતે જ ગ્લોબલ ઇકોનોમીનાં યુગમાં ભારત વૈશ્વિક અસરથી અછૂતું રહી શકે નહી. નિર્મલા સિતારામને હવે વર્ષ 2023-24 નાં બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉદ્યોગપતિઓ સાથે શ્રેણીબધ્ધ બેઠકો ચાલી રહી છે. રજૂઆતો માટેની અંતિમ તારીખ 10 મી ડિસેમ્બર-22 રાખવામાં આવી છે. આગામી 1 લી ફેબ્રુઆરી-23 ના રોજ સરકાર બજેટ રજૂ કરશે. આ બજેટ 2024 ની લોકસભાની ચૂંટણીઓ પહેલાનું છૈલ્લું બજેટ હશૈ કારણકે ત્યારબાદ 2024 માં માત્ર વોટ ઓન એકાઉન્ટ રજૂ થશે. એમ તો સરકાર પણ જાણે છે કે દેશને આજે આસાન બિઝનેસ આત્મનિર્ભર ઇકોનોમી અને  આમ આદમીનું બજેટ જોઇએ છૈ.

દેશમાં ફૂગાવાનો ગ્રાફ ઉંચો છે જ, મતલબ મોંઘવારી ચૂંટણીનો મુદ્દો બની જાય તે પહેલા તેને ઘટાવાનાં પગલાં લેવા પડશે. આ ઉપરાંત યુરોપ કે અમેરિકા સાથે સંબંધો બગાડ્યા વિના રશિયા સાથેનાં સંબંધો મજબુત બનાવીને સસ્તું ક્રુડતેલ મેળવી શકાય તેવી જોગવાઇ કરવાની રહેશે. દેશની સૌથી મોટી સમસ્યા છે આવક અને જાવક વચ્ચે વધતી જતી ખાઇ. આંકડા બોલે છૈ કે અપ્રિલ-22 થી ઓકટોબર-22 સુધીમાં સરકારી તિજોરીને કરવેરાનાં ભાગરૂપે 11.71 લાખ રૂપિયાની આવક થઇ છે જ્યારે ખર્ચ 21.44 લાખ રુપિયાનો થઇ ગયો છે. સરકારનાં વાર્ષિક અનુમાનનાં 45.6 ટકા જેટલી નાણાકિય ખાધ હાલમાં દેખાઇ રહી છે. જે આજ સમયગાળામાં 2021-22 દરમિયાન 36.3 ટકા દેખાતી હતી. આમ તો વર્ષ 2022-23 માટે જ્યારે સરકારે બજેટ રજૂ કર્યુ ત્યારે નાણાકિય ખાધ જી.ડી.પી.નાં 6.4 ટકા સુધી ઘટાડાવાનું લક્ષ્યાંક રખાયું હતું. જે અગાઉના વર્ષે 6.7 ટકા હતી. આ એક એવો મુદ્દો છૈ જે આપણી સરકારોના કંટ્રોલમાં રહેતો નથી અને એક સમય એવો આવે છે કે દેશને દેવાળિયો જાહેર કરવો પડતો હોય છૈ. બીજીતરફ દેશની કારોબારની ગાડી મહામારી બાદ માંડ પાટે ચડી રહી છે તેથી રિયલ એસ્ટેટ, એગ્રિકલ્ચર, ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, કોર્પોરેટ્સ, આમઆદમી તથા હેલ્થ કેયર જેવા સેક્ટરોને સરકાર પાસેથી આ બજેટ મારફતે ઘણી આશાઓ છે. આ બધા એવા સેક્ટરો છે જેમણે કોવિડ-19 નાં ગાળામાં મોટા દુ:ખ જોયા છે. કોઇની બેલેન્શીટ કાં તો છેલ્લા થોડા સમયથી રેડ ઝોનમાં છે અથવા તો જો હવે રાહત ન મળે તો તુરત જ રેડ ઝોનમાં આવી જાય તેમ છે.

આંકડા બોલે છે કે દેશમાં વાહનોની ખરીદી વધી રહી છે. ઓટો સેક્ટર એક એવું સેક્ટર છે જે દેશમાં રોજગારીની નવી તકો ઉભી કરે છે. આ ઉપરાંત સરકારને મધ્યમ વર્ગને રાહત આપવા માટે ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઉપરના કર માળખાને નવું રૂપ આપીને તેમાં ઘટાડો કરીને તેનું વેચાણ વધારવાની જરૂર રહેશે. સ્થાનિક ધોરણે ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાથી ચીન જેવા દેશો માંથી આયાત ઘટાડી શકાશૈ.  આમ કરવાથી દેશની ટેક્ષની આવક યથાવત રહેશૈ પણ વેચાણ વધવાથી રોજગારની નવી તકો ઉભી થશે.

વિતેલા વર્ષમાં વિશ્વની તમામ મોટી ઇકોનોમીઓને વ્યાજદરમાં વધારા કરવાની ફરજ પડી છે. મતલબ કે મોંઘવારી અને ફૂગાવો વૈશ્વિક ઇકોનોમીના પાયા હચમચાવી રહ્યા છૈ.  આપણે જો અવી આશા રાખીઐ કે ભારત તેમાંથી બાકાત રહે તો તે શેખચલ્લીનાં સપના સમાન ગણાય. કદાચ આજ કારણ છે કે ભારતમાં પણ રિઝર્વ બેંકને વ્યાજ દર વધારવા પડ્યા છે. અને કદાચ હજુ પણ થોડા વધારવા પડશે. પરંતુ જો આપણે કûષિ ક્ષેત્રે આપણું વર્ચસ્વ જાળવી રાખીશું, સ્વદેશી ઉત્પાદનોનો વપરાશ વધારશું, અર્થાત આત્મનિર્ભર રહીશું તો અન્ય દેશોની સરખામણીઐ વધારે મજબુત રહી શકીશું.

સરકાર ચાહે ભાજપની હોય કે અન્ય કોઇ પાર્ટીની, દેશની ઇકોનોમીમાં રાતોરાત બદલાવ લાવી શકાય એવું ક્રાંતિકારી બજેટ કોઇ આપી શકે નહીં. અહીં સરકાર જો કાંઇ કરી શકે તો તે એ જ કે દેશના ઉદ્યોગ જગત માટે સાનુકુળ વાતાવરણ ઉભું કરે, ખાધ ઘટાડવા માટેનું લક્ષ્યાંક નક્કી કરે અને નક્કી કરેલા લક્ષ્યાંકને હાંસલ કરવા માટેના નક્કર પગલાં લે. આગામી બજેટમાં નિર્મલા સિતારામને આવું જ કાંઇક કરવાનું રહેશેBusiness

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.