Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર હવે પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ પામવા મક્કમપણે ડગલા ભરી રહ્યું છે …ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી આર્થિક મહાસત્તા બનવા જઈ રહી છે ત્યારે દેશની આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જેમ જ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હાક બોલવા લાગી છે, ભારતના વૈશ્વિક રાજદ્વારી સંબંધો અત્યારે સૂર્યના તપતા કિરણોની જેમ ઝળહળી રહ્યા છે… કેન્દ્રની મોદી સરકાર ના રાજકીય પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય સકારાત્મક સંબંધોના કારણે ભારત અત્યારે વિશ્વની તમામ મહાસત્તાઓ અને વિકસિત અને અલ્પ વિકસિત રાષ્ટ્ર માટે અંગત મિત્રો બનાવવાની ટોપ પ્રાયોરિટીમાં સ્થાન લઈ ચૂક્યું છે, આંતરરાષ્ટ્રીય વિશ્વ સમાજને ગ્લોબલવોર્મિંગ જેવી વૈશ્વિક પડકાર જનક પરિસ્થિતિ હોય કે બે દેશો વચ્ચેના યુદ્ધ નીસ્થિતિ, કોરોના મહામારીમાં માનવીય સહાય અને રસીના નિર્માણથી લઈને અવકાશમાં ઉપગ્રહો લોન્ચિંગ કરવા માટે “ઈસરો” જેવી ભારતીય સંસ્થાના રૂપમાં દુનિયાના તમામ દેશોને ડગલેને પગલે ભારતની જરૂરિયાત નું મહત્વ સમજાયું છે..

ત્યારે આંતરરાષ્ટ્રીય મિત્ર ભારતના સંબંધો નો ફાયદો દેશને થઈ રહ્યો છે તેવી જ રીતે દેશના ગદ્દારો માટે હવે દુનિયામાં ક્યાંય મોઢું સંતાડવા જેવી જગ્યા રહી નથી ,અગાઉ દાઉદ જેવા ટપોરીઓ અને દાણચોરો સસ્કરો ભારતની સરહદ વટીને પરદેશમાં ચાલ્યા જાય એટલે અભય જીવી થઈ જતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ભારતમાં ગુના આશરીને ભાગી જનારા દેશ વિરોધી તત્વોને ભારતની દુશ્મની સાવ ચણા મમરા જેવી લાગતી હતી, પરંતુ હવે સમય બદલાયો છે

અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને અખાતના દેશો ભારતની મિત્રતાના ઋણી બની ચૂક્યા છે અણુ સંધિ હોય કે પ્રત્યારપણ સંધિ ભારત સાથે વિશ્વસનીયતા પૂર્વક હાથ મિલાવવા વિશ્વ આખું તત્પર બન્યું છે ત્યારે ભારતના આર્થિક ગુનેગારો ને હવે ક્યાંય સરણ નહીં મળે, બ્રિટન પણ ભારતના આર્થિક ગુનેગારોને સંઘરવા રાજી નથી તાજેતરમાં બ્રિટન હાઇકોર્ટે ભારતના ગદ્દાર આર્થિક ગુનેગાર કૌભાંડકારી નીરવ મોદીની પ્રત્યાંર્પણ અરજી ફગાવી દઈ ભારત માટે પોતાના ગુનેગારને સિકંજામાં લેવાનો રસ્તો ખુલ્લો કરી દીધો છે.   ભારતની વધતી જતી વૈશ્વિક સ્તરની પ્રભાવશાળી સ્થિતિથી હવે ભારતના ગુનેગારોને દુનિયામાં ક્યાંય મો છુપાવવાની જગ્યા નહીં મળેતે સ્થિતિ ભારત ને વિશ્વ ગુરુ બનવા તરફની આગે કુચ ની પ્રતીતિ કરાવે છે ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.