Abtak Media Google News

મેવાસામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવાસન વિભાગના વિવિધ પ્રોજેકટનું ખાતમૂહૂર્ત કર્યું: સિનીયર સિટીઝનોની યાત્રાની ટિકિટનો ૫૦ ટકા ખર્ચ રાજય સરકાર ઉઠાવશે

રામનવમીના દિવસે ભગવાન શ્રી રામના ‚ડા આશીર્વાદ દરેક પ્રજાજનને મળે તે માટે થઇને ગુજરાત રાજય સરકાર તરફથી અયોઘ્યામાં રામ મંદીર બને તેની આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દેશમાં રામ રાજય બને તેનું આહવાહન કરાયું હતુ.

તથા અનીષ્ટો દુર થાય, પ્રમાણીકતા વિકસે તેવી યોજના થઇ છે. તેમ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ મેવાસાના પ્રવાસન નિગમના ખાતમુહુર્ત કાર્યક્રમમાં જણાવ્યું હતું.

તેઓએ ગૌ હત્યા પર પ્રતિબંધ વિશે જણાવાયું હતું તેમજ ગૌ હત્યા કરનારને ૧૪ વર્ષની સજા ફટારો તેમજ મા ગાંધીના ગુજરાતમાં શ્ર્વેતક્રાંતિ વિકસે તે માટે જ‚રી ગાયને બદલે ગીર અને કાંકરેજી ગાયોની નસલો વીકસાવવા માટે નંદીઘરની યોજનાનો અમલ કરવાનો ગુજરાત રાજય સરકારનો નિર્ણય છે. જેવી વધુને વધુ દુધ ઉત્પાદન મેળવી શકાય.

તેમજ ગુજરાતમાં ભાવિ પેઢીઓ નશો કરતી અટકે તે માટે વ્યસત મુકિત કાર્યક્રમો તેમજ યોજનાનો અમલ કરાયો છે.

અને તેમજ મઘ્યમ  ગરીબ વર્ગના લોકોના બાળકો વધુ સારું શિક્ષણ મેળવી શકે તે માટે પ્રાઇવેટ સ્કુલમાં ફી નિયંત્રણ ધારો અમલમાં મુકવામાં આવશે.

તથા ગુજરાત જીલ્લાના દરેક ગામોમાં ખેડૂતો પાસે પુરતી પાણી વ્યવસ્થા પહોંચી શકે તે માટે આશરે ૧૦૦ કરોડના ખર્ચે

નર્મદા પાણીની પાઈપ લાઈનો ગોઠવવાની યોજના અમલમાં મુકાય છે. તથા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી તેમજ ૨૦૦ લાખ ટન દાળની ખરીદી કરવામાં આવી છે. તથા ખેતરોમાં ભુંડ અને રોજડાઓનો ત્રાસ ન વધે તે માટે ૭૦૦-૭૫૦ કરોડના ખર્ચે ખેતરની ફરતે વાડની ગોઠવણીનું આયોજન પણ અમલમાં મુકાયું છે.

સીનીયર સીટીઝન માટે જાત્રાઓ કરી શકાય તે માટે બે રાત અને ત્રણ દિવસના પેકેજનું આયોજન કરાયું છે. તેમજ મોટા ૮ પવિત્રધામોની યાત્રાઓ માટેનો ૫૦% ખર્ચ ગુજરાત રાજય સરકાર ભોગવશે તેવું અમલીકરણ કરવામાં આવ્યું હતું.

તેમજ ગાંધીજીના મતે સ્વચ્છતા જ ત્યાં પ્રભુતા છે તે માટે ૨૦ કરોડ ‚પિયાના ખર્ચે દરેક યાત્રાધામોને પવિત્ર, ચોખ્ખા, સાફ-સુથરા બનાવવાની યોજના અમલમાં મુકાય છે.

જેતપુરના સક્રિય ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પોરબંદરના સાંસદ સભ્ય વિઠ્ઠલભાઈરાદડીયા, ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ, ઉપલેટાના ધારાસભ્ય પ્રવિણભાઈ, પૂર્વમંત્રી જશુબેન, ખાંટ સમાજના આગેવાન ભુપતભાઈ, રાજકોટ યુવરાજ એન્ડ ટુરીઝમના ડાયરેકટર માંધાતાસિંહજી, જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, જેતપુર પાલિકાના પ્રમુખ ગુજરાતીએ ભાઈ બહેનને સંબોધન કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.