Abtak Media Google News

રાજાશાહી કાળની શાળાઓ બાદ હવે કોલેજોની બિલ્ડીંગોને પણ હેરીટેજમાં સમાવેશ કરવામાં આવશે

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ સહિત 5 સરકારી કોલેજોને હેરીટેજ કરવા માટે સરકારની કવાયત શરૂ થઈ છે. રાજાશાહી સમયકાળ દરમિયાનની શાળાઓ બાદ હવે કોલેજોને પણ હેરીટેજમાં સમાવેશ કરવામાં આવશે. જેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના માટે પાંચેય સરકારી કોલેજ અને ઈમારતોના મજબૂતીકરણ માટે દરખાસ્તો મોકલવા માટે સુચના પાઠવવામાં આવી છે.

આઝાદી પૂર્વે 1937માં સ્થાપના થયેલી રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ તથા જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના બિલ્ડીંગને સરકાર દ્વારા હેરીટેજ જાહેર કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરની રાજાશાહી સમયકાળની બે શાળાઓ બાદ હવે વધુ એક સરકારી કોલેજની ઈમારતને હેરીટેજમાં સમાવેશ કરવામાં આવશે.

Bahuddin College

રાજકોટ ધર્મેન્દ્રસિંહજી કોલેજ અને જૂનાગઢ બહાઉદ્દીન સહિત 5 સરકારી કોલેજોને હેરીટેજ કરવા સરકારની કવાયત

 તાજેતરમાં રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલ અને બાઈ સાહેબબા હાઈસ્કૂલના રાજાશાહી સમયકાળના બિલ્ડીંગોને હેરીટેજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક વારસાને સાચવવા અને તેના મજબૂતીકરણ માટેના પ્લાન અને એસ્ટીમેન્ટ સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ બાદ રાજ્યની પાંચ કોલેજોના બિલ્ડીંગને હેરીટેજ બિલ્ડીંગ તરીકે જાહેર કરવામાં આવશે.

પાંચેય સરકારી કોલેજોની ઈમારતોના  મજબૂતીકરણ માટે દરખાસ્તો મોકલવા સુચના

જેમાં રાજકોટની ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહ કોલેજ ઉપરાંત બહાઉદ્દીન કોલેજનું આર્ટસ અને સાયન્સ વિભાગનું બિલ્ડીંગ ઉપરાંત અમદાવાદની ગુજરાત કોલેજ અને વિસનગરની એમ.એમ.કોલેજનો સમાવેશ કરવામાં આવશે. આ પાંચે પાંચ સરકારી કોલેજના હેરીટેજ બિલ્ડીંગના રિનોવેશન માટેની દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે.

રાજકોટની ધર્મેન્દ્રસિંહ કોલેજમાં કોટક સાયન્સ અને એ.એમ.પી કોલેજ કાર્યરત છે. આ બન્ને કોલેજના વિદ્યાર્થી હાલ ધર્મેન્દ્રસિંહ કોલેજમાં અભ્યાસ કરે છે જે પૈકી એ.એમ.પી. લો-કોલેજની બિલ્ડીંગ તૈયાર થઈ ગયું હોવાથી ટૂંક સમયમાં અહીં સરકારી લો-કોલેજનું સ્થળાંતર કરવામાં

આવશે. જ્યારે કોટક સાયન્સ કોલેજના જૂના બિલ્ડીંગનું નવીનીકરણ થઈ રહ્યું હોવાથી છ માસ બાદ તેનું સ્થળાંતર કરવામાં આવશે. અલબત ધર્મેન્દ્રસિંહ કોલેજમાં તાજેતરમાં નેક કમીટીના આગમન પૂર્વે રિનોવેશ તથા રંગરોગાન કરવામાં આવ્યું હતું. અહીં ભુગોળના અનુસ્નાતક ભવન સ્વતંત્ર બિલ્ડીંગ ઉભુ કરવામાં પણ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.