ભાઈ-ભાઈ ગીત કંઈ એક વિચારે ન’તુ બન્યું: પરીશ્રમની ગાથા વર્ણવતા અરવિંદ વેગડા થયા ભાવૂક, જુઓ વીડિયો  

ભૂજનો ‘ભાઈ-ભાઈ’ વિવાદ: અરવિંદ વેગડાએ લાઈવ ચર્ચામાં જણાવી ગીત પાછળની પરીશ્રમની ગાથા

આપણા ગુજરાતી ગીતોની તો વાત જ કંઈક અલગ છે. આ ગીતો પાછળ માત્ર ભાષાને લઈ પ્રેમની વાત નથી પરંતુ આવા ગીતોમાં સંસ્કૃતિ જોડાય છે અને જયાં સંસ્કૃતિની વાત આવે ત્યાં લાગણી તો ચોકકસ જ ! આવડા ગુજરાતી મ્યુઝીક કમ્પોઝર ખુબ લાગણીભેર કોઈપણ ગીતની રચના કરતા હોય છે અને જયારે એ ગીત લોકો જયારે અપનાવે છે ત્યારે તો એ ગીત બનાવવા પાછળ જેટલી પણ મહેનત છે, માનો એ સફળ રહી. કોઈ કલાકારનું કામ જયારે લોકો બિરદાવે છે ત્યારે એનાથી મોટી કોઈ ભેટ કલાકાર માટે નથી હોતી.

 

View this post on Instagram

 

A post shared by Abtak Media (@abtak.media)

તેઓએ ‘અબતક’ના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર લાઈવ થઈ તેમની આ ગીતને લઈ લાગણી વ્યકત કરતા કહે છે કે, #justice4bhaibhaiકેમ્પેન અરવિંદ વેગડાને ક્રેડીટ નથી મળી એના માટે નથી પરંતુ એક કર્ટસી છે કે આ ગીત જે આપણી સંસ્કૃતિ દર્શાવે છે. ઈન્સ્પાયર થઈ આ ગીતની રચના થઈ છે ત્યારે લોકલ આર્ટીસ્ટને પણ પુરતુ સન્માન મળવું જોઈએ. આ ગીત પાછળ ખુન-પરસેવો વહાવ્યો છે. આ માત્ર કહેવા માટે નથી પરંતુ મારો પરિવારનો ભોગ રહ્યો છે.

ગીતના શૂટ દરમ્યાન જ એક અકસ્માત થયો હતો જેને લઈને પરિવાર ખુબ ગંભીર સમસ્યામાં મુકાઈ ગયા હતા. આ બધુ થયા છતાં ગીતનું શુટ પુરુ કર્યું છે. તેઓ ભાઈ-ભાઈ વિવાદ અંગે અબતક સાથે વાત કરતા ભાવુક થતા જોવા મળ્યાની સાથે જ તેઓ લોકોને વિનંતી કરે છે કે #justice4bhaibhai કેમ્પેનમાં જોડાય અને લોકજાગૃતિ આવે કે આ સાંસ્કૃતિક ગીત છે જેના સાથે લાગણી જોડાય છે, ટી-સીરીઝની ક્રેડીટસથી મને ફરક નઈ પડે લોકોનો જ એટલો પ્રેમ છે જે બસ છે અમારા માટે.

પ્રેકટીકલી ન જોતા તમામ કલાકાર માત્ર લોકોના પ્રેમ માટે ભુખ્યા હોય છે ! આવા જ લોકલાડીલા કલાકાર અને આપણા સૌના મનમાં વસેલુ આપણું ફેવરીટ ગીત ‘ભાઈ-ભાઈ’ કે જેના તાલ પર માત્ર ગુજરાતીઓ નહીં પરંતુ દેશભરમાં લોકો કોઈ પણ લગ્નપ્રસંગ હોય આ ગીતના તાલ પર તો જુમ્યા હોય જ ! ભાઈ-ભાઈ ગીત તો રામલીલામાં રણવીરસિંહ પણ આ ગીતના તાલ પર જુમી રહેલા જોવા મળ્યા છે ત્યારે ફરી પાછુ આપણુ ભાઈ-ભાઈ ગીતને બોલિવુડમાં ફરીવાર રીમેક જોવા મળ્યું છે.

“ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ કે જેમાં સંજય દંત કિરદાર નિભાવી રહ્યા છે. તેઓ જ ભાઈ-ભાઈ ગીતમાં જોવા મળ્યા છે. અરવિંદ વેગડા જે આ ગીતના ઓરીજનલ મ્યુઝીક ક્રિએટર અને સિંગર છે તેમને આ ગીતને લઈ ખુબ લોકચાહના પણ મળી છે. તેઓની લાગણી કયાં દુભાય હોય એવું નજરમાં આવ્યું છે.