રાજકોટમાં શુક્રવારે લોક દરબાર: વ્યાજખોર, ભૂમાફિયા અને ચીટરો સામે નિર્ભયપણે રજૂઆત કરવા પોલીસ કમિશ્નરનું આહવાન

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સરકારના સુશાસનના પાંચ પુર્ણ થયેલ હોય જે અન્વયે સરકાર દ્વારા આમાં એવું તા.01/08/2021 થી તા.09/08/2021 સુધી વિવિધ કાર્યક્રમો યોજી સુશાસન દિવસની ઉજવણી કરવા નિર્ધાર કરેલ છે. જેમાં અલગ-અલગ દિવસોના રોજ જન ઉપયોગી સેવાઓને વધુ સઘન બનાવવા અલગ-અલગ કાર્યક્રમોનુ આયોજન કરેલ છે. જેમાં સરકાર દ્વારા તા.06/08/2021 ના રોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ તા.06/08/2021 ના રોજ  શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદની બદી નાબુદ કરવા લોકદરબારનુ આયોજન કરેલ છે.

જેમાં સયુંકત પોલીસ કમિશ્નરશ ખુરશીદ અહેમદ અને  નાયબ પોલીસ કમિશ્નરશ પ્રવીણકુમાર મીણા  ઝોન-1, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા  ઝોન-2,  શહેરના તમામ ડીવીઝનના મદદનીશ પોલીસ કમિશ્નર ઓ તથા તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેકટર ઓ હાજર રહેશે જે લોકદરબાર આગામી તા.06/08/2021 ના રોજ કલાક 10/00 વાગ્યા થી બપોરના કલાક 02/00 વાગ્યા સુધી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ રાજકોટ ખાતે રાખવામાં આવનાર છે.

મુખ્યમંત્રી રૂપાણીની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા શહેર પોલીસ દ્વારા  સુશાસનના પાંચ વર્ષની ઉજવણીનો આરંભ

આ લોકદરબારમાં વ્યાજંકવાદને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજંકવાદ સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ છે આ લોકદરબારમાં રાજકોટ શહેરમાં રહેતા ઘણા નાગરીકો આર્થીક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે જે આવી ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને બાદ ભોગબનનાર વ્યકિત તે ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે.

જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચુકવવા છતા આવી પ્રવૃતિ આચરનાર ઇસમો દ્વારા ભોગબનનાર વ્યકિત પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જેના પરીણામે ભોગબનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે જે એક વ્યકિતને નહીં પરંતુ એક પુરા કુટુંબને અસર કરતા રહે છે આવી ગેરકાયદેસરની પ્રવૃતી સદંતર બંધ કરાવવા  શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે જેમાં વ્યાજંકવાદને લગતી કોઇ પણ પ્રકારની તકલીફો કે ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે.

તેમજ અગાઉ  શહેરના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કમિશ્નર ની કચેરીએ અરજી કરેલ હોય અને તેમાં પોલીસે કરેલ કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને  શહેરના નાગીકોની કોઇ પણ ફરીયાદ અરજીનો સ્થળ પર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે  શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.

તેમજ રાજય સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ  નો નવો કાયદો અમલમાં મુકવામાં આવેલ છે. જે ગેરકાયદેસર પ્રવૃતિ આચરનાર ઇસમો ઉપર કડક કાર્યવાહી થાય તેવા હેતુથી અમલમાં મુકવામાં આવેલ છે. તેમજ લોકોને રંજાડતા ભુમાફીયાઓ ઉપર અંકુશ રહે અને સમાજમાં શાંતિ અને સલામતી ભર્યું વાતાવરણ ફેલાય અને લોકોની કિંમતી મીલ્કતો સુરક્ષીત રહે તે માટે છે. જેથી આવી ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરાવવા  શહેર પોલીસ દ્વારા લેન્ડગ્રેબીંગ અંગે પણ લોકદરબારનુ આયોજન કરવામાં આવેલ છે.

લેન્ડગ્રેબીંગ એકટ જે હાલમાંજ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે જે લેન્ડગ્રેબીંગની કાર્યવાહી કઇ રીતે કરવી? કઇ જગ્યાએ અરજી કરવી? વિગેરે મુદાઓથી નાગરીકો હાલ અજાણ છે જેથી કોઇની મીલ્કતમાં અસામાજીક તત્વો દ્વારા દબાણ, કબ્જો, ખોટા દસ્તાવેજ બનાવી કિંમતી જમીનો પચાવી પાડેલ હોય તો તે બાબતે ભોગ બનનાર સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને શહેર પોલીસ દ્વારા આવા ભોગ બનનારને સંપુર્ણ કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવશે.

તેમજ  શહેર ખાતે અગાઉ થાપણદારો પાસે એનકેન પ્રકારે લોભ લાલચ આપી લેભાગુ તત્વો દ્વારા અલગ-અલગ યોજનાઓ, રોકાણો ની સ્કીમો આપી ગરીબ, મધ્યમવર્ગ ના લોકો ને વધુ વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવામાં આવેલ અને બાદ લેગાભુ તત્વો દ્વારા થાપણદારોની મરણ મુડી સમાન રકમ પરત નહીં આપી ગુન્હા આચરવામાં આવે છે.

શહેર પોલીસ દ્વારા આવા ઇસમો વિરૂધ્ધ   પ્રોટેકશન ઓફ ઇન્સ્ટ્રેટ ઓફ ડીપોઝીટ  એકટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમ છતા પણ આવા લેભાગુ તત્વો દ્વારા કોઇ છેતરાયેલ હોય કે ભોગ બનેલ હોય તેઓ પણ સીધા આ લોકદરબારમાં નિર્ભયપણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે અને ભોગ બનનારને સંપુર્ણ ન્યાય અપાવવા માટે  શહેર પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી આ લોકદરબારમાં ભાગ લેવા માટે  શહેરના નાગરીકોને પોલીસ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવે છે.