Abtak Media Google News

બજાર કિંમત રૂા.2.30 કરોડની 910 ચો.મી. જમીન ખૂલ્લી કરાવતું કોર્પોરેશન

 

Advertisement

અબતક, રાજકોટ

મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સૂચના બાદ આજે સવારે કોર્પોરેશનની ઇસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરની વોર્ડ નં.5ના વિસ્તારમાં 24 મીટરનો ડીપી રોડ ખૂલ્લો કરાવવા માટે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ 32 કાચા-પાકા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતું. 2.30 કરોડની 910 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા નવાગામ પોલીસ ચોકીથી ગામ સુધીના 24 મીટર ડીપી રોડ પર ખડકાયેલા 62 મકાનો દૂર કરવા માટે અગાઉ ડીમોલીશનની નોટીસ ફટકારાવવામાં આવી હતી. જે પૈકી 30 જેટલાં આસામીઓએ સ્વૈચ્છાએ ગેરકાયદે ખડકાયેલા બાંધકામો તોડી પાડ્યા હતાં. દરમિયાન આજે સવારે ઇસ્ટ કચેરીની ટાઉન પ્લાનિંગ દ્વારા ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 24 મીટરનો ડીપી રોડ ખાલી કરવા માટે નડતરરૂપ જુદી-જુદી જગ્યાએ 32 મકાનોના આંશિક બાંધકામો દૂર કરવામાં આવ્યા હતાં.

આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખા ઇસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર વી.વી.પટેલ અશ્ર્વિન પટેલ, એડી. એન્જી. એડી. આસી. એન્જી., વર્ક આસી. તથા હેડસર્વેચર ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા ટીમ સાથે, દબાણ હટાવ શાખા, ફાયર બ્રિગેડ શાખા, એસ.ડબલ્યુ.એમ શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પર હાજર રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.