Abtak Media Google News
  • કંપનીએ વર્ષ 2012માં પહેલીવાર Ertiga લોન્ચ કરી હતી.
  • ત્યારબાદ 2019 માં તે 5 લાખ યુનિટના વેચાણના આંકને સ્પર્શ્યો હતો અને 2020 માં તેણે 6 લાખ યુનિટના વેચાણના આંકને પાર કર્યો છે.
  • “એર્ટિગાએ MPVના ખ્યાલને સ્ટાઇલિશ અને ટેક્નોલોજીની રીતે અદ્યતન ઓફર તરીકે ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.

Automobile News :મારુતિ સુઝુકી ભારતીય કાર બજારના લગભગ દરેક સેગમેન્ટમાં જોવા મળી છે, પછી તે હેચબેક કાર હોય, CNG કાર હોય, SUV હોય અથવા તો MPV હોય.

Advertisement

12 1

સૌથી વધુ વેચાતી MPV- Maruti Ertiga

13 1 1

હવે મારુતિ સુઝુકી દ્વારા માહિતી શેર કરવામાં આવી છે, જે મુજબ કંપનીની Ertiga દેશમાં 1 લાખ યુનિટના વેચાણના આંકને સ્પર્શનારી સૌથી ઝડપી MPV બની છે.

14 1 1

મારુતિ સુઝુકીએ Ertiga MPVના 1 મિલિયન=10 લાખ યુનિટના વેચાણનો આંકડો હાંસલ કર્યો છે. કંપનીએ વર્ષ 2012માં પહેલીવાર Ertiga લોન્ચ કરી હતી. 2013માં તેણે 1 લાખ યુનિટના વેચાણનો આંકડો સ્પર્શ કર્યો હતો, ત્યારબાદ 2019 માં તે 5 લાખ યુનિટના વેચાણના આંકને સ્પર્શ્યો હતો અને 2020 માં તેણે 6 લાખ યુનિટના વેચાણના આંકને પાર કર્યો છે.

15 1

હવે 2024 માં, Ertiga નું કુલ વેચાણ તેના પ્રથમ લોન્ચથી 1 મિલિયન એટલે કે 10 લાખ યુનિટને સ્પર્શ્યું છે. આ સાથે, MPV સેગમેન્ટમાં તેનો કુલ હિસ્સો વધીને 37.5% થયો છે. તે તેના સેગમેન્ટમાં અગ્રેસર છે. મારુતિ સુઝુકી એર્ટિગાને તેની જગ્યા અને વ્યવહારિકતાને કારણે ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

16 1

અર્ટિગાની સફળતા અંગે વાત કરવામાં આવે તો, મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્કેટિંગ અને સેલ્સ શશાંક શ્રી વાસ્તવે જણાવ્યું હતું કે, “એર્ટિગાએ MPVના ખ્યાલને સ્ટાઇલિશ અને ટેક્નોલોજીની રીતે અદ્યતન ઓફર તરીકે ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે.

18 1

 

તેમણે કહ્યું હતું કે, “એર્ટિગાની MPVના પહેલા ગ્રાહકોની સંખ્યામાં 41%નો વધારો થયો છે,. Ertigaનો સેગમેન્ટ માર્કેટ શેર 37.5% છે.”

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.