Abtak Media Google News
તમારા રકતની એક બુંદ પણ કોઈની આવરદા વધારી શકે: ફર્નિચર બનાવવાની સાથોસાથ સેવાકાર્યોમાં પણ અગ્રેસર ‘પરિન’ દ્વારા યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

રકતદાન કરવું એ મહાદાન કરેલું ગણાય છે. હાલ ઘણા ખરા લોકોને લોહીની જ‚રીયાત હોય છે. પરંતુ પૈસાના અભાવે ગરીબ લોકો લોહી ખરીદી શકતા નથી તો આવા લોકોને નિ:શુલ્ક લોહી મળી શકે તે હેતુથી પરિન ફર્નિચર, ગોંડલ રોડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વધુને વધુ લોકો તથા ખાસ કરીને યુવાનો જોડાય તેમજ રકતદાનનું મહત્વ સમજી રકતદાન કરે તે માટે પરિન ફર્નિચરના ચેરમેન ઉપેશભાઈ નંદાણી તથા તેમની સમગ્ર ટીમએ વિવિધ કોલેજમાં જઈને રકતદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેના પરિણામે વિવિધ કોલેજોમાંથી યુવાનો રકતદાન કેમ્પમાં જોડાયા હતા. રકતદાન કેમ્પમાં કુલ ૭૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા રકતદાન કરવા આવેલા ફકત ૩૦ મિનિટમાં રકતદાન કરી શકે તથા તેમનો સમય નકામો ન વેડફાટ તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Advertisement

Vlcsnap 2017 07 17 08H54M07S85આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૬ બ્લડ બેંકો હાજર રહી હતી. જેમાં રેડક્રોસ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, લાઈફ બ્લડ બેંક, જામનગર સિવિલ હોસ્પિટલ, વોલન્ટીયર બ્લડ બેંક તથા ખાસ રાજકોટ સિવિલ હોસ્પિટલ હાજર રહી હતી.

આ બ્લડ ડોનેશન કેમ્પ વિશે પરિન ફર્નિચરના ચેરમેન ઉપેશભાઈ નંદાણીએ જણાવ્યું હતું કે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમના સ્વ.દિપેશભાઈ નંદાણી (ઉપેશભાઈ નંદાણીના ભાઈ)ની પ્રથમ પુણ્યતિથીના અવસરે કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજરોજ અમોએ કુલ ૧૧૦૦ બોટલ રકતની અપેક્ષા રાખેલ છે જે પુરો થશે તથા આ રકતના ઉપયોગ કયાં ક્ષેત્રે કરવામાં આવશે તે પુછતાં તેમણે જણાવ્યું હતું કે કુલ ૬ બ્લડ બેંકો આવેલી છે તથા તેમાં પણ ખાસ રાજકોટ સિવિલ હોસ્પિટલ થેલેસિમિયા જેવા રોગથી પિડાતા દર્દીઓને વિનામુલ્યે આપવામાં આવશે. જેની જ‚રિયાતમંદ લોકોની જ‚રિયાતો સંતોષાશે.

Vlcsnap 2017 07 17 08H54M17S166આ બ્લડ ડોનેશન કેમ્પ વિશે રેડક્રોસ બ્લડ બેંકને પુછતા તેમણે જણાવ્યું હતું કે,સૌપ્રથમ તો પુણ્યતિથિના અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તે બહું જ ઉમદા વિચાર છે જેને તેઓ વધાવી રહ્યાં છે તે ઉપરાંત તેમણે બ્લડ ડોનેશન કેમ્પની સુવિધાઓ વિશે જણાવતા કહ્યું હતું કે, બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે તથા લોકો બહોળી સંખ્યામાં અહીંયા આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.