Abtak Media Google News

ડી.જી.એફ.ટી. તથા બેંકનાં  ચીફ જનરલ મેનેજર ઉપસ્થિત રહેશે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અને ગ્રેટર રાજકોટ ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે બેન્કિંગ ધિરાણ વિશે માહિતી અને નિકાસ માટે ઉજ્વળ તકો વિશે એક ખૂબ જ સુંદર અને ઉપયોગી સેમિનારનું આયોજન તા . 17/09/07 શનિવારે 5:30 વાગ્યે રાખવામાં આવેલ છે , આ અંગે વધુ માહિતી આપતા ગ્રેટર ચેમ્બરના પ્રમુખ રાજીવ દોશી અને માનદ મંત્રી ઉપેન ભાઈ મોદી જણાવ્યું છે કે ખાસ આ સેમિનાર માટે અમદાવાદથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર શમશેર સિંગ  ઉપસ્થિત રહેશે તે ખૂબ ગર્વની વાત છે . આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ હાજર રહી નાના અને મધ્યમ કક્ષાનાં ઉદ્યોગકારોને બેંકની એસ.એમ. ઇ

Advertisement

(SME) ની મિડીયમ લઘુ ઉદ્યોગો ફાયનાન્સ સ્કીમ અને તેની પ્રક્રિયાઓ સમજાવશે . એસ.બી.આઇ દ્વારા નાના , ને જરૂરી નાણાકીય સહાય કેવી રીતે મળી શકે અને એસ.બી.આઇ ની એસએમઇ ની અલગ અલગ સ્કીમની માહિતી આપશે.

ગ્રેટર ચેમ્બરના ચેરમેન ધનસુખભાઈ વોરા , વાઇસ ચેરમેન કાંતિભાઈ જાવીયાએ વધુમાં જણાવ્યું છે કે , જેમ વિશ્વમાં ભારત પ્રગતિશીલ દેશ તરીકે ઉભરી અને પાંચ ટ્રિલિયન આર્થિક સમતા સાથે વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યું છે . આજ વર્ષોમાં વેપાર ઉદ્યોગ માટે કેવી તકો નિર્માણ થવા જઈ રહી છે અને આ ખાસ કરીને સ્ટાર્ટ અપ , મેક ઇન્ડિયા અંતર્ગત નાના , મિડિયમ , લઘુ ઉદ્યોગને બેંક તરફ મળતું ધિરાણ અને લાભો અને સવલતો વિશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી સંપૂર્ણ માહિતી આપશે .આ સેમિનારથી લઘુ અને નાના વેપાર ઉદ્યોગ માટે ફાયદાકારક રહેશે . અને અમો આ પ્રકારના અલગ અલગ સેમિનારનું આયોજન ભવિષ્યમાં પણ કરતા રહેશે . સહ મંત્રી સુનીલભાઈ ચોલેરાં , જગદીશભાઈ સોની , ખજાનચી અજીતસિંહ જાડેજા , અશોકભાઈ સૂરેલીયા વધુમાં જણાવેલ કે અમારો ધ્યેય વેપાર ઉદ્યોગ વિકાસ , વધુ રોજગારી , અપાવી અને રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો છે . સેમિનારમાં ભાગ લેવા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સની ઓફીસ 402 , ગોલ્ડન પ્લાઝા , ટાગોર રોડ ખાતે રૂબરૂ સંપર્ક કરવો . અથવા મોબાઈલ 79902 09481 ઉપર ભાગ લેનાર નામ , પેઢીનું નામ અને મોબાઇલ નંબર લખવો જરૂરી છે . આ સેમિનારને સફળ બનાવવા કારોબારી સભ્યો , સુનીલભાઈ વોરા , મયુરભાઈ શાહ , હિતેશભાઈ વિઠલાણી , હર્ષદભાઈ ખૂંટ , સંજયભાઈ મહેતા , વિનયભાઈ સાકરીયા , નરેન્દ્રભાઇ મહેતા , અંકિતભાઈ કાકડીયા , દેવાંગભાઈ પીપળીયા , રાજેન્દ્રસિંહ જાડેજા , હેમલભાઈ કામદાર , મનોજભાઈ વોરા , તપન વોરા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.