Abtak Media Google News

રાજકોટમાં તસ્કરો બેફામ બન્યા છે. ચીલ ઝડપના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે રાજકોટમાં આજ રોજ વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રક્ષકના જ ઘર પાસે ચીલ ઝડપની ઘટના બની છે. ક્રાઇમ બ્રાન્ચ ACPના ઘરે આવેલા સગા સાથે જ ચિલઝડપનો બનાવ બન્યો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે જ્યાં ક્રાઈમ બ્રાન્ચના ACP B.B.બસિયાના ઘરે આવેલા સગા સાથે જ ચિલઝડપ થઈ હતી. ધોળા દિવસે બાઈક પર આવેલી સમડી ક્રાઇમ બ્રાન્ચ એસીપીના સંબંધી સાથે ચીલ ઝડપ કરીને ફરાર થયાની ઘટના સામે આવી છે.

 

શહેરના ભક્તિનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એસીપી ક્રાઇમ બી બી બસીયાનું રહેણાંક આવેલું છે. એસીપી બી.બી બસિયના ઘરે મહેમાન બહારગામથી આવ્યા હતા. ખરીદી કરીને એસીપી ક્રાઇમના ઘરે પરત ફરી રહેલા સંબંધીના ગળામાંથી બાઈક પર આવેલા સમડીએ સોનાના ચેઇનની ચિલઝડપ કરી હતી. ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયેલા ઈસમની શોધખોળ માટે હાલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.