Abtak Media Google News

મધરાત્રે વેપારીના હાથ માંથી દવા અને રોકડ ભરેલો થેલો આંચકી લૂંટારુ ફરાર થયો’તો : વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા

રાજકોટમાં ગુનાખોરી નો ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન ઉપર જઈ રહ્યો હોય તેમ અનેક મારામારી અને લૂંટના બનાવો પ્રકાશમાં આવી રહ્યો છે. ત્યારે વધુ એક નો બનાવ સામે આવ્યો છે જેમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતો યુવાન બે દિવસ પહેલા મધરાતે ટ્રેક્ટર ચોકમાંથી જઈ રહ્યો હતો ત્યારે એક લુખ્ખાએ તેને છરી બતાવી ડરાવી ધમકાવી તેના હાથમાં રહે બેઠેલાઓ આચકી કુલ રૂ.22 હજારના મુદ્દામાલ લૂંટ ચલાવી ભાગી ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને સકંજામાં લઈ તપાસ હાથધરી હતી.વિગતો મુજબ કેવડાવાળી વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ભીખુભાઈ મિયાત્રા નામનો 39 વર્ષીય યુવાન આયુર્વેદિક દવાઓ વેંચે છે.

ગઈ તા.16 ના રોજ રાજુલામાં લુહાર-સુથાર જ્ઞાતિની વાડીમાં આયોજીત ધાર્મિક પ્રસંગમાં દવાઓ વેંચવા ગયા હતા. જયાંથી રાત્રે એસટી બસમાં રાજકોટ આવવા નિકળ્યા હતા. એસટી બસ આટકોટથી જસદણ જતી હોવાથી આટકોટ સુધીની ટીકીટ લઈ ત્યાં ઉતરી છોટા હાથીમાં રાજકોટ આવ્યા હતા. આજી ડેમ ચોકડી પાસે મોડીરાત્રે બે વાગ્યે ઉતરી રીક્ષામાં ચાનારાવાડ ચોક પહોંચ્યા હતા.

જયાંથી ઉતરી પગપાળા – રવાના થયા હતા ત્યારે ટ્રેકટર ચોકમાં પહોંચતા રોડની સાઈડમાં ઉભેલી રેકડી પર બેઠેલો એક શખ્સ તેની પાસે ધસી આવ્યો હતો અને અત્યારે કયાંથી આવે છે તેવા સવાલો પુછી હાથમાં રહેતા આયુર્વેદિક દવા અને રોકડ ભરેલો થેલો ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં નિષ્ફળતા મળતા ગડદાપાટ્ટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.એટલુ જ નહી હાથે નેફામાંથી છરી ઉગાવી બંને થેલા ઝુંટવી ભાગી કાઢી સામે ગયો હતો. ત્યારબાદ કમલેશભાઈએ ઘરે જઈ પરીવારના સભ્યોને જાણ કરી હતી. ગભરાઈ ગયા હોવાથી તત્કાળ ફરિયાદ કરી શકયા ન હતા. પરીવારના સભ્યોએ હિંમત આપતા ગઈકાલે રાત્રે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જે સાથે જ થોરાળા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. આખરે લૂંટ કરનારને પકડી પાડયો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, તે અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુકયો છે. થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યો છે. તેની પૂછતાછમાં અનેક ગુનાના ભેદ ઉકેલાય તેથી વધુ તપાસ આગળ ધપાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.