Abtak Media Google News

૨૮૦૦થી વધુ નવા રજિસ્ટ્રેશન: વ્યવસાય વેરા પેટે રૂ.૧૮.૯૨ કરોડની આવક

નાણાકીય વર્ષ પુરુ થવાના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા શહેરના ૧૮ હજારથી વધુ આસામીઓને વ્યાજ સહિત વ્યવસાય વેરો ભરવા નોટીસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજ સુધીમાં વ્યવસાયવેરા પેટે રૂ.૧૮.૯૨ કરોડની આવક થવા પામી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરા વિભાગ દ્વારા ૧૮ હજાર જેટલા બાકીદારોને વ્યાજ સહિત વેરાની રકમ તાકીદે ભરપાઈ કરવા નોટીસની બજવણી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં વ્યવસાય વેરા માટે ૨૮૦૦ જેટલા નવા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આજ સુધીમાં વયવસાય વેરા પેટે કોર્પોરેશનને ૧૮.૯૨ કરોડની આવક થવા પામી છે. ગત વર્ષની સરખામણીએ આજ સુધીમાં વ્યવસાય વેરા પેટે રૂ.૧.૫૫ કરોડની વધુ આવક થવા પામી છે.

૩૯,૯૬૭ મહિલાઓએ કરી BRTS અને સિટી બસમાં મફત મુસાફરી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે મહાપાલિકા દ્વારા મહિલાઓ માટે સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરીની યોજના મુકવામાં આવી છે. દરમિયાન ગઈકાલે મહિલા દિન નિમિતે કુલ ૩૯,૯૬૭ મહિલાઓએ ફ્રિ મુસાફરીનો લાભ લીધો હતો.

બીઆરટીએસમાં ૧૧,૮૫૧ અને સિટી બસમાં ૨૮,૧૧૬ મહિલાઓએ મફત મુસાફરી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાપાલિકા દ્વારા વર્ષમાં ૩ દિવસ મહિલાઓ માટે ખાસ છે તેવા રક્ષાબંધન, મહિલા દિવસ અને ભાઈબીજના દિવસે મહિલાઓને આંતરીક પરીવહન માટે ઉપલબ્ધ કરવામાં આવેલી સુવિધા જેવી કે બીઆરટીએસ અને સિટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.