Abtak Media Google News

જેસીઆઈ રાજકોટ સિલ્વર દ્વારા લીડનું ફર્સ્ટ સેશન ધ ફયુચર ઓફ બિઝનેસ અંતર્ગત બિઝનેસ ટ્રેનીંગ યોજાઈ હતી. ભારતના બિઝનેસ સ્ટ્રેટેજી માસ્ટર, લીડર, સફળ ઉધોગપતિ, જેસીઆઈના પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ તેમજ ઈન્ટરનેશનલ ટ્રેનર જેસી રમેશ બટવિયા દ્વારા ટ્રેનિંગ લેવામાં આવી. આ ટ્રેનિંગ દરમ્યાન આવનારા પાંચ વર્ષમાં માર્કેટમાં કયા બિઝનેસ કરવા, કેવી રીતે તમને સફળ બનાવવા, ઈનનોવાટિવે આઈડિયાને ઉધોગી રીતે રૂપાંતરિત કરી સફળ બિઝનેસમેન બનવાની ચાવી આપી.

Advertisement

આ ટ્રાઈનિંગમાં ૧૨૦ જેટલા શહેરના ઉધોગપતિ સહભાગી થઈ માર્ગદર્શન મેળવ્યું હતું. પ્રમુખ નુરૂદીન સાડીકોટની આગેવાની હેઠળ ઉપપ્રમુખ પ્રશાંત સોલંકી અને ટીમ દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવેલ. આ ટ્રેનિંગમાં ભરત દુદકીયા, મોઈઝ કપાસી, દીપેન કોટેચા, સંજય જોશી, પરાગ જોબનપુત્રા, મનીષ માલાની, પરેશ સંઘવી, અતુલ આહિયા, મધુર નરસિયાન, રાકેશ વાલેર, કલપેશ અમલાની ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.