Abtak Media Google News

પેટાચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા લાગુ: ૬ જાન્યુઆરીથી ફોર્મ ભરી શકાશે

રાજય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા નગરપાલિકાએામાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો છે.  પેટાચૂંટણી જાહેર થતાં જ વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાનો ચૂસ્તપણે અમલ લાગુ કરાયો છે.

Advertisement

પેટા ચૂંટણીના જાહેર થયેલ કાર્યક્રમ મુજબ રાજકોટ જિલ્લાના જસદણ નગરપાલિકાના વોર્ડનં-૬ની એક બેઠક, ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાના વોર્ડનં-૫ની એક બેઠક તથા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરપાલીકાના વોર્ડ નં-૮ની એક બેઠક માટે પેટા ચુંટણી યોજાશે. ચૂંટણીની નોટીસ/જાહેરનામું તા.૬/૧/૨૦૨૦ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. ચૂંટણી અધિકારી દ્વારા પણ આજ દિવસે ચૂંટણીની નોટીસ/જાહેરનામું તા.૬/૧/૨૦૨૦ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રો સ્વિકારવાની છેલ્લી તારીખ તા.૧૧/૦૧/૨૦૨૦ તથા ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૩/૦૧/૨૦૨૦ના રોજ કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૫/૦૧/૨૦૨૦ છે. પેટા ચુંટણી અન્વયે મતદાન તા.૨૭/૦૧/૨૦૨૦ને સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી કરી શકાશે. જો પુન: મતદાન યોજવાનું થાય તો તા.૨૮/૦૧/૨૦૨૦ના રોજ યોજાશે. જયારે મતગણતરી તા.૨૯/૦૧/૨૦૨૦ના રોજ કરવામાંઆવશે. તેમ રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું. છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.