Abtak Media Google News

રિક્ષામાં આવતા જતા પરિચય થતા પ્રેમ સબંધ બાંધી બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો

રાજકોટ શહેરમાં ત્રણ દીવસમાં જ વધુ એક બળાત્કારની ઘટના પોલીસ પ્રકાશમાં આવી છે.જેમાં 48 વર્ષની ત્યક્તા સાથે મોરબી રોડ, સોહમનગરમાં રહેતા શખ્સે પ્રેમ સંબંધ બાંધી ’તું મને બહુ જ ગમે છે’ તેમ કહી ત્યક્તાને નરાધમે હવસનો શિકાર બનાવ્યો હતો. અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે મોરબી રોડના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકાર કરી છે.

વિગતો મુજબ 48 વર્ષની ત્યક્તાએ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સુરેશ નાથા સોલંકીનું નામ આપ્યું હતું અને તેમાં તેને જણાવ્યું હતું કે, રૂખડિયાપરામાં રહેતા યુવાન સાથે મનમેળ નહિ થતા તેની સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ પોતે એકલી રહી પોતાનું ગુજરાન ચલાવવા હોસ્પિટલ ચોકમાં ઇમિટેશનના ઘરેણાં વેચે છે.ત્યારે ત્રણ વર્ષ પહેલા પોતે ઇમિટેશનનો સામાન લેવા આરોપી સુરેશની રિક્ષા ભાડે કરી આવતી-જતી હતી. અવારનવાર સુરેશની રિક્ષામાં જતી હોય બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

સુરેશ સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ જામનગર રોડ, ઘંટેશ્વર 25 વારિયામાં સહેલી રહેતી હોય તેના ઘરે બંને મળતા હતા. ત્યારે સુરેશે ’ તું મને બહુ ગમે છે ’ તેમ કહી શરીરસંબંધ બાંધવાની વાત કરી હતી. જેથી પોતે ના પાડી હતી.દરમિયાન છ મહિના પૂર્વે બંને ફરી સહેલીના ઘરે મળવા ભેગા થયા ત્યારે સુરેશે પોતાની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તે અઠવાડિયામાં એક વખત મળવા બોલાવી સહેલીના ઘરે પોતાના પર દુષ્કર્મ આચરતો હતો. અંતે સુરેશ વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીમાં દુષ્કર્મ આચર્યાની અરજી કરી હતી. જે અરજીની તપાસ બાદ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.