Abtak Media Google News

ચૂંટણી પછી 10 ડિસેમ્બર બાદ પરત કરવાની કામગીરી શરૂ કરાશે

ગુજરાતમાં ગઈકાલે જ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે અને રાજકોટમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા હથિયાર અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જણાવાયું છે કે જાહેરનામું પ્રસિધ્ધ થયાના 7 દિવસમાં પરવાનેદારોએ પોતાના હથીયારો સંબંધીત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાપડશે.

ત્યારે આ આદેશ પોલીસ કમિશનર સિવાય હથીયાર લાયસન્સ આપનાર સત્તાધીશ તરફથી લાયસન્સ મેળવનાર પરવાનેદારોને પણ લાગુ પડશે . ઉપરાંત રાજકોટ શહેરની મુલાકાતે આવનાર પરવાનેદારોને પણ આ આદેશ લાગુ પડશે. હથીયાર ખરીદ-વેંચાણ કરતા આમ્સ ડીલરો હથીયાર ખરીદ વેચાણ આ સમયગાળા દરમિયાન કરશે તો પણ હથીયારની સોંપણી જાહેરનામા તારીખથી ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી કરી શકશે નહીં. અને ચૂંટણી પૂર્ણ થયા બાદ પરવાનેદારોને તેમના હથીયાર તા.10 ડીસેમ્બર પછી પરત કરવામાં આવશે. તેવું પોલીસ કમિશનરના જાહેરનામા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.