Abtak Media Google News

થોરાળામાંં બાળકી પર દુષ્કર્મના કેસમાં માત્ર ર૪ કલાકમાં ડિટેક્શન અવિસ્મરણીય રહેશે: એ.સી.પી. રાઠોડ

‘અબતક’ સાથેની વાતચીતમાં એ.સી.પી. ઇસ્ટ એચ.એલ. રાઠોડે ૨૦૧૯-૨૦૨૦ ની કામગીરી અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ગત સાત વર્ષની સરખામણીએ ક્રાઇમ રેટીંગ ઘટયું છે. તેમ સ્પષ્ટ કહી શકાય.

ઉપરાંત તેમણે પડકારજનક ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે મારા ઝોનના થોરાળા વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ નો કેસ સામે આવ્યો હતો. જેમાં કોઇપણ પ્રકારની કડી ન હોવા છતાં પણ પોલીસે ફકત ચોવીસ કલાકમાં ગુન્હો ડીરેકટ કર્યો હતો. જે મારા માટે હરહંમેશ અવિસમરણીય રહેશે. વર્ષ ૨૦૨૦ ના લક્ષ્યાંક વિશે તેઓ કહ્યું હતું કે આવનાર વર્ષમાં ૨૦૧૯ની સરખામણીમાં ગુન્હાનોની સંખ્યા ઘટે તે માટે મહેરબાની પો. કમિશ્નર દ્વારા હરહંમેશ પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે ખાસ મહીલાઓ માટે દુર્ગાશકિત ટીમ તેમજ એપની શરુઆત કરવામાં આવી છે ઉપરાંત વધુમાં વધુ પી.સી.આર. વેનને ર૪ કલાક કાર્યરત કરી ઘટનાઓ ધટતી રોકવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ તકે તેમણે અબતક મીડીયામાંના માઘ્યમથી જાહેર જનતાને અપીલ કરતાં કહ્યું હતું કે જનતા વધુને વધુ પોલીસની નજીક આવે અને સહકાર આપે જેથી ગુજરાતમાં શાંતિ જળવાય રહે તેમજ ગુજરાતવાસીઓ ગુજરાતી હોવાનો ગર્વ થઇ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.