ગોંડલને બાયપાસ કરી એસ.ટી બસ ચાલકોની ‘ઘરની ધોરાજી’ 

 

દરેક નિયત સ્ટોપેજ પર મુસાફર-વિદ્યાર્થીઓને ચડાવવા-ઉતારવાની ભલામણ કરાઈ

 

 

એસટી તંત્ર ના કેટલાક ડ્રાઇવરો દ્વારા ઘર ની ધોરાજી ચલાવી બસસ્ટેન્ડ મા બસ લઈ જવાને બદલે બાયપાસ થવુ તથા સ્ટોપ હોવા છતા બસ સ્ટોપ ના થવી સહીત ગોંડલ, સુરેન્દ્રનગર, પડધરી,ધ્રાંગધ્રા, ચોટીલા,જસદણ, મોરબી સહીત ની ઉઠેલી વ્યાપક ફરિયાદો અંતે સફાળા જાગેલા એસટી.તંત્ર એ કડક સુચનાઓ આપી નિયમો ની અમલવારી કરવા તાકીદ કરી છે. લોકલ રૂટોમાં બિન-અધીકૃત રીતે બ્લુ બોર્ડ લગાવી લોકલ રૂટો ને ઇન્ટરસીટી રૂટ તરીકે સંચાલન કરતા ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર ની મુસાફર જનતા દ્વારા ગ્રામ્ય,શહેરી વિસ્તાર નાં સ્ટોપ ની અમલવારી ન થવા અંગે  અવાર-નવાર મંત્રીઓ, ધારાસભ્યો, સરપંચો તેમજ વિદ્યાર્થીઓ અને આમ જનતા-મુસાફરો તરફ થી વ્યાપક પ્રમાણ માં ફરિયાદ થયેલી હતી જેમાં જુનાગઢ વિભાગ દ્વારા લોકલ બસો ગોંડલ જેવા મોટા શહેર કે જ્યાં અદ્યતન નવીન બસ સ્ટેસન બનાવેલ છે ત્યાં પણ જતી નથી.

જેમાં જુનાગઢ,ધોરાજી ઉપલેટા, જેતપુર પોરબંદર બાંટવા અને માંગરોળ ડેપો ની લોકલ બસો ગોંડલ ડેપો માં આવતી નથી. ઉપરાંત ભાવનગર અને અમરેલી વિભાગ દ્વારા સંચાલિત અને રાજકોટ તરફ આવતી-જતી લોકલ બસો બ્લ બોર્ડ લગાવીને અમુક લોકલ સ્ટોપેજ ઉપર ઉભી રહેતી નથી. તેમજ સરધાર કંટ્રોલ પોઈન્ટ હોવા છતાં ત્યાં અંદર જતી નથી. જામનગર વિભાગ દ્વારા સંચાલિત અને રાજકોટ ગોંડલ આવતી-જતી લોકલ બસો પડધરી કંટ્રોલ પોઈન્ટ માં જતી નથી અને ફલ્લા જેવા મોટા ગામમાં સ્ટોપેજ કરતી નથી. જેથી રાજકોટ સીબીએસ ખાતે વિધાર્થીઓ તેમજ મુસાફરો ની ખુબજ ફરિયાદો રહેવા પામે છે.

જેથી  એસ.ટી ની મધ્યસ્થ કચેરી તથા રાજકોટ વિભાગ ની લાયઝન અધિકારી દ્વારા એના વિભાગ ખાતે મીટીંગમાં પણ તમામ લોકલ રૂટો ને કાળું બોર્ડ લગાવી સંચાલન કરવા તેમજ દરેક લોકલ સ્ટોપેજ પર મુસાફર વિદ્યાર્થીઓને ચડાવવા- ઉતારવાની અમલવારી થાય અને સંપૂર્ણ લોકલ સંચાલન કરવા  વિભાગ નાં ડેપો મેનેજરો ને  જરૂરી સુચના આપી અમલવારી કરાવવા સુચના અપાયેલ છે. વિભાગીય નિયામક એસ.ટી દ્વારા એસ.ટી. રાજકોટ, ગોંડલ, સુ.નગર, મોરબી,જસદણ-ધ્રાંગધ્રા, લીંબડી,ચોટીલા ની જાણ કરી તથા આદેશ ની અમલવારી કરી લોકલ બસોમાં બ્લુ બોર્ડ લગાવી ઇન્ટરસીટી તરીકે સંચાલન ન કરવા જણાવવામાં આવે છે તથા તમામ લોકલ બસો માંથી બ્લ્યુ બોર્ડ તાત્કાલિક હટાવી સર્ટીફીકેટ દિન-2 માં મોકલી આપવા તાકીદ કરાઇ છે.