Abtak Media Google News

ભાજપનાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશનડ્ડાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે સીએએ અંગે ચાલી રહેલ જનજાગરણ અભિયાન અન્વયે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

ભાજપાનાં રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ  જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે CAA અંગે ચાલી રહેલ જનજાગરણ અભિયાન અન્વયે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. નડડાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા લઘુમતીઓ કે જેઓ ધાર્મિક પ્રતાડનાને કારણે આપણા દેશ માં શરણાર્થી તરીકે આવેલા છે તેવા હિંદુ , શીખ, ઈસાઈ, પારસી, જૈન અને બૌધ્ધ ભાઈ બહેનો ને રક્ષણ આપી, નાગરિકતા આપી મુખ્ય પ્રવાહમાં લાવી નાગરિકતાનો અધિકાર આપવો એ આપણી જવાબદારી છે અને તે કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ CAAનાં  સાહસિક નિર્ણય દ્વારા કરી બતાવી બતાવ્યું છે. નડડાએ જણાવ્યું હતું કે,આઝાદી બાદ જયારે દેશ ના ભાગલા પડ્યા ત્યારે ખુબ મોટો નરસંહાર થયો હતો, જવાહરલાલ નહેરૂ તથા લિયાકત અલી વચ્ચે જે મંત્રણા થઇ હતી તે માત્ર કાગળ પર જ રહી ગઈ હતી. ભારત નું સંવિધાન બન્યું ત્યારે આપણા દેશે ધર્મનિરપેક્ષતા અપનાવી હતી જયારે પાકિસ્તાને તેને ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે જાહેર કર્યો હતી. ભારતમાં મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યા, ચીફ જસ્ટીસ બન્યા અને ઘણા ગવર્નર પણ બન્યા ભારતમાં ૯ % મુસ્લિમ ભાઈઓ હતા તે વધી ને હાલ ના તાજેતર ના આંકડા મુજબ ૧૪.૫૦ % જેટલા થયા તે આનંદ ની વાત છે આપણી સંસ્કૃતિ છે, આપણી ધર્મનિરપેક્ષતા છે સામે પાકિસ્તાનમાં લઘુમતી ની સંખ્યા જેમાં હિન્દુ, શીખ, ઇસાઇ, પારસી, જૈન નો સમાવેશ થાય છે જે ૨૩ % હતી તે ઘટી ને ૩ % થઇ ગઈ. દેશ ની પ્રજા એ મા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી પર વિશ્ર્વાસ રાખીને તેઓ ને ૩૦૩ જેટલી સીટ આપી આ દેશ મા બહુમત અપાવ્યો છે, દેશ ની તસ્વીર અને તકદીર બદલવા માટે આશીર્વાદ આપ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજી એકપણ મિનીટ આરામ કર્યા વગર દેશ હિત માટે સતત કામ કરી રહ્યા છે અને મા. ગૃહમંત્રી અમિતભાઇ શાહ  દેશહિત માટે શિલ્પકાર બની અનેક ઐતિહાસિક નિર્ણયો લાઇ રહ્યા છે. આજે જમ્મુ કશ્મીર મા થી ૩૭૦ ની કલમ હટી છે જેથી, વર્ષોથી  યુવાનોજે એક રાષ્ટ્ર એક ધ્વજનું સપનું જોયું હતું  તે સપનું સાકાર થયું છે. જમ્મુ કશ્મીર મા ન્યાયિક અસમાનતા હતી તે કલમ ૩૭૦ હટવા થી સમાનતા મા ફેરવાયી, આ કલમ હટતા જે લોકો ભ્રષ્ટાચારી હતા તે લોકો કાં તો જેલમા છે કાંતો જમાનત પર છે, ત્યાં દેશના અનેક કાયદા લાગુ પડતા ન હતા પરંતુ આ કલમ હટતા આ અસમાનતા પણ દુર થઇ.

નડડાએ જણાવ્યું હતું કે, ઘણા ઇસ્લામિક દેશોમાં પણ ત્રિપલ તલાક નાબૂદ થઈ ગયું ગયું છે, પરંતુ ભારતમા વર્ષોથી મુસ્લિમ બહેનો સાથે થઈ રહેલા અન્યાય ને નાબૂદ કરવા  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી એ મુસ્લિમ બહેનો માટે ત્રિપલ તલાકને ગેરલાયક ઠેરવી મુસ્લિમ મહિલાઓનના હિતોનું રક્ષણ કર્યું છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીએ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી, વોટબેન્કની પરવાહ કર્યા સિવાય દેશહીતના અનેક નિર્ણય કર્યા છે.

7537D2F3 2

નડડાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી જી એ પણ જણાવ્યું હતું કે જો પાકિસ્તાનમાં રહેતો હિન્દુ નાગરીકને જો ત્યાં અત્યાચારોનો સામનો કરવો પડતો હોય તો તેમનું ભારત માં સ્વાગત કરી તેમના જીવનને સામાન્ય બનાવવાનું કાર્ય આપણે કરવું જોઈએ. નીતિવિહોણી, નેતૃવવિહીન કોંગ્રેસ ખોટી રીતે CAAમુદ્દે ભ્રમણા ફેલાવે છે. કોંગ્રેસ એક તરફ દલિત હિતની વાત કરે છે અને બીજી તરફ જે શરણાર્થી છે તેમાં ૮૦ % જેટલા દલિત નાગરિકો છે તેમને અધિકારો આપતા CAA નો વિરોધ કરે છે.કોંગ્રેસ CAAના મુદ્દે વોટબેન્કની રાજનીતિ કરી, માત્ર ને માત્ર દેશમાં અરાજકતા ફેલાવી દેશનું શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળળવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે.CAAના વિરોધમાં દેશભરમાં અનેક સ્થાનોએ હિંસા કરી અરાજક તત્વો પ્રજાની તેમજ જાહેર માલ મિલકતને નુકશાન કરી રહ્યા છે તે અંગે કોંગ્રેસે નિંદા કરતુ નિવેદન પણ જાહેર કર્યું નથી, શું આકોંગ્રેસ શરણાર્થીઓનું ભલું કરશે?

જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યો અંગે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરી રહ્યા છે પરંતુ CAA કેન્દ્રનો વિષય છે અને સંસદમાંથી સફળતાપૂર્વક પસાર થયા બાદ તે કાયદો બની ચૂક્યો છે આ બાબતે હવે કોઈપણ રાજ્ય કોઈપણ પ્રકારનો ફેરફરનો નિર્ણય લઈ શકે તેમ નથી. જેથી કોંગ્રેસ જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ દ્વારા CAAનો કાયદો લાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા દેશમાં આ અંગે ભ્રામક પ્રચાર કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ગુજરાતની જનતાએ કોંગ્રેસના ભ્રામક પ્રચારમાંન આવીને CAAનું સમર્થન કર્યું છે.આમહાત્મા ગાંધીનું ગુજરાત છે સરદાર વલ્લભભાઇ પટેલનું ગુજરાત છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત  શ્રી અમિતભાઈ શાહનું ગુજરાત છે. નડડાના માર્ગદર્શનમાં ગુજરાતના ઘરે ઘરે ભાજપાના લાખો કાર્યકર્તા જઈને CAA અંગે જનતાને સાચી માહિતી પૂરી પાડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.